Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખેતીવાડી ટ્રેનિંગ સેન્‍ટર ડોકમરડી ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો શુભારંભ ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ વન સ્‍ટોપ સેન્‍ટર અને મહિલા શક્‍તિ કેન્‍દ્રની લાભાર્થી મહિલાઓએ પોતાના અનુભવો જણાવ્‍યા, બાદમાં લાભાર્થી રહેલ અનેસંતોષ પામી બીજી મહિલાઓની જિંદગી સુધારવા આગળ આવી હોય અને પોતાના પાડોશી બહેનોને અત્‍યાચાર સહન ના કરવા માટે મદદ કરી અને તેમને સેન્‍ટર પર લાવેલ એવી સાહસિક મહિલાને સન્‍માનપત્ર આપી તેમને સન્‍માનિત કરવામા આવી હતી.
બાદમાં ભારતના સર્વશ્રેષ્ઠ વન સ્‍ટોપ સેન્‍ટરની યાદીમા પોતાની સંસ્‍થાનું નામ પોતાના કાર્યના આધારે નોંધાવવા બદલ અધિકારી ગણની ટીમનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામા આવ્‍યં. ત્‍યારબાદ દિવ્‍યાંગ મહિલા લાભાર્થીને એલિમકો કંપની તરફથી પ્રાપ્ત કરેલ સહાયક ઉપકરણ આપવામા આવ્‍યા બાદમાં કુપોષિત બાળકોને ડાબર ચ્‍યવનપ્રાશ અને ફળોના રસના પેકેટ આપવામા આવ્‍યા હતા. સાથે સાથે લાભાર્થી બહેનોને બધાઈ કીટ આપવામા આવી હતી. ત્‍યારબાદ ઉર્વશી પરમારે મહિલાઓના કાનૂની અધિકારો વિશે, સુનિલ માલીએ ખાનવેલ વિસ્‍તારમાં મહિલા સશક્‍તિકરણના માટે સ્‍વયંસેવી સંસ્‍થાનો સહયોગ વિષય પર અને ડો.અનિલ માહલાએ આરોગ્‍ય સબંધિત મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે મહિલાઓને આગળ આવવા અને અત્‍યાચાર સહન નહી કરવાનુ આહ્‌વાન કર્યું અને મહિલા આજે દરેક ક્ષેત્રમા આગળ નીકળી ગઈ છે. બસ જરૂર છે તો પોતાની જિંદગી બદલવાની ઈચ્‍છા શક્‍તિ હોવાની.
કાર્યક્રમના અતિથિ મહિલા અનેબાળ વિકાસ વિભાગના નિર્દેશક શ્રી જતિન ગોયલે વિભાગ દ્વારા અમલીકળત બધી જ સરકારી યોજનાઓની જાણકારી આપી અને યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી સાથે એમણે જરૂરિયાતમંદોને આ યોજનાઓનો લાભ લેવા માટે જાગળત કરવા માટે પણ અપીલ કરી હતી.
મહિલા કલ્‍યાણ અધિકારી ડો.મીના ચંદારાણાએ ઉપસ્‍થિત દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન અને સંચાલન મહિલા શક્‍તિ કેન્‍દ્ર દ્વારા કરવામા આવ્‍યું હતું.

Related posts

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

Leave a Comment