June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલીમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર અને ગ્રામપંચાયતના વિકાસ યોજના જન યોજના સંદર્ભે જિલ્લા પંચાયત ઓફીસરની અધ્‍યક્ષતામાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના વિકાસ બાબતે વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી. સાથે નાણાંકીય વર્ષ 2023-’24 માટેના એક્‍શન પ્‍લાન અંગે ગ્રામસભામાં ઠરાવની મંજૂરી મેળવી હતી. પંચાયત સભ્‍યો દ્વારા પ્રદેશના મુખ્‍ય પ્રશ્ન જેવા કે દિવ્‍યાંગ બાળકોને જે હાલમાં 18 વર્ષના થાય ત્‍યારબાદ પેન્‍શન આપવામાં આવે છે જેને બાળક એક વર્ષનું હોય ત્‍યારથી જ આપવામાં આવે તો એમના પરિવારને રાહત મળી રહે. પ્રદેશમાં જે આવકના દાખલા આપવામાં આવે છે તેની મર્યાદા વધારી ત્રણ વર્ષ કરવામાં આવે એવી માંગ કરી હતી. સાથે ગામના વિકાસના કામોની સૂચી પણ આપવામાં આવી હતી. આ અવસરે ડીપીઓ શ્રી મિથુન રાણા, વિભાગના જિ.પ. સભ્‍ય, ડેપ્‍યુટી સરપંચ અલગ અલગ વિભાગના અધિકારીઓ, બેન્‍કના અધિકારીઓ સહિત પંચાયતનાસભ્‍યો, અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah

Leave a Comment