આદર્શ મ્યુઝિકલ ગૃપના કલાકારો સાથે સમાજની પ્રતિભાઓએ ગાયન કલા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તૂતિ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપી રાજસ્થાન પ્રગતિ મંડળનો રવિવારે રાજસ્થાન ભવનમાં સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ટ્રસ્ટીગણ અને સમાજના પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
નવા વર્ષની સંધ્યાએ રાજસ્થાન ભવનના પ્રાંગણમાં આયોજીત કાર્યક્રમનો શુભારંભ મંડળના અધ્યક્ષ રાજેશ દુગડ, સચિવ હનુમાન શર્મા સહિત પદાધિકારીઓએ દિપ પ્રાગટયથી કરાયોહતો. આ અવસર પર રંગારંગ કાર્યક્રમ તથા આદર્શ મ્યુઝિકલ ગૃપ અને સમાજની પ્રતિભાઓએ ગાયન કલાની પ્રસ્તૂતિ કરી હતી. પ્રતિભાવન બાલિકા સનાયા નરેશ મહલા, બુઝુર્ગ ગાયક મોતીલાલએ ગીતો રજૂઆતને શ્રૌતાઓએ વખાણ્યા હતા. ઉપ પ્રમુખ મહેશ માહેશ્વરીને વિવિધ પ્રતિયોગીતાઓનું અનોખું આયોજન કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી બી.કે. દાયમાએ પોતાના ઉદ્દભોધનમાં રાજસ્થાનની માટીની સંસ્કૃતિ અને સંસ્કારને સહજ રાખવાનો આગ્રહ કર્યો હતો. યુવા પેઢી પરિચિત થાય તેવી સલાહ આપી હતી. અધ્યક્ષ રાજેશ દુગડએ સંસ્થાની પ્રગતિ અને ભાવિ યોજના ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો હતો તેમજ સર્વને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. મંડળના સચિવ હનુમાન શર્માએ સર્વનો આભાર માન્યો હતો.