October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

સેલવાસ-દમણ ખાતે નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર, દેવકા સી ફ્રન્‍ટ સહિત અનેક પ્રકલ્‍પોના ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી દ્વારા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસ અને દમણની મુલાકાતે આગામી 2પમી એપ્રિલના રોજ આવી રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રીશ્રીની સૂચિત મુલાકાતના પગલે પ્રશાસન પણ સતર્ક બન્‍યું છે.
મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસમાં નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર તથા દમણમાં દેવકા સી ફ્રન્‍ટ, પંચાયત ભવનો સહિત અનેક નવા પ્રોજેક્‍ટોનો શુભારંભ અને ભૂમિપૂજન કરાવશે.
17મી એપ્રિલની પ્રધાનમંત્રીશ્રીની સૂચિત સેલવાસ-દમણ યાત્રા મુલત્‍વી રહી હોવાની ખબર વહેતી થતાં લોકો નિરાશ થયા હતા. પરંતુ હવે, નવી તારીખ 2પમી એપ્રિલની જાણકારી મળતા ફરી લોકોમાં પોતાના લોકપ્રિય નેતાને વધાવવા માટે પ્રચંડ ઉત્‍સાહ પેદા થયો છે.
પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસની મળેલી માહિતી મુજબ 2પમી એપ્રિલની સાંજે 4.30 કલાકે દમણ એરપોર્ટથી સમી સાંજે દેવકા સી ફ્રન્‍ટ સુધી રોડ શૉ પણ કરશે.
અત્રે યાદ રહેકે, મે-2014માં મોદી સરકારના આગમન બાદ જ ટચુકડા કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યનું ઘડતર થયું છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને કઠોર પરિશ્રમના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર દેશમાં એક મોડેલ પ્રદેશ તરીકે ઉભરી ચૂક્‍યો છે.

Related posts

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

vartmanpravah

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

Leave a Comment