October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

  • ઉપ પ્રમુખ પદની ખુરશી ઉપર ફરી બેસવા ભાગ્‍યશાળી બનેલા દિપક પ્રધાનને અભિનંદન આપવા લાગેલી હોડ

  • હવે દાનહ જિલ્લા પંચાયત ભયમુક્‍ત બની પારદર્શક રીતે પોતાના વિકાસના કાર્યોનો આરંભ કરશે એવી મંડાતી ગણતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પદેથી શ્રી દિપક પ્રધાનને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કેટલાક નીતિ-નિયમોના ભંગ બદલ સસ્‍પેન્‍ડ કરાયા હતા. ત્‍યારબાદ શ્રી દિપક પ્રધાનને પોતાનો પક્ષ રજૂ કરવા આપેલી તક બાદ તેમના ઉત્તરમાં પંચાયતી રાજ વિભાગના સચિવશ્રીને સંતોષ થતાં ગઈકાલે તેમને ફરી ઉપ પ્રમુખ પદે આરૂઢ કરવાનો આદેશ જારી કરાયો હતો.
શ્રી દિપક પ્રધાનની ઉપ પ્રમુખ પદે ફરી નિમણૂક થતાં તેમણે ગઈકાલે જિલ્લા પંચાયત કાર્યાલયમાં વિધિવત્‌ રીતે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ દ્વારા ગણપતિના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો.
જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પદે ફરી આરૂઢ થતાં શ્રી દિપક પ્રધાનને અભિનંદન આપવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવર, સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, યુવા કાર્યકર શ્રી વિરલસિંહ રાજપુત સહિત અનેક આગેવાનો જિલ્લા પંચાયત કાર્યાલયમાં ધસી આવ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતા દળ(યુ)એ 17 બેઠકો કબ્‍જે કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી. પરંતુ જનતા દળ (યુ)ના રાષ્‍ટ્રીય નેતા અને બિહારના મુખ્‍યમંત્રી શ્રી નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડવાની કરેલી જાહેરાત બાદ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના જનતા દળ (યુ)ના લગભગ તમામ સભ્‍યોએ પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સાથે પ્રદેશના આખા યુનિટનું ભાજપમાં વિલીનીકરણ કર્યું હતું અને ગઈકાલે શ્રી દિપક પ્રધાનના ઉપ પ્રમુખ પદના સસ્‍પેન્‍શનને પણ પરત ખેંચાતા હવે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ભયમુક્‍ત બની પારદર્શક રીતે પોતાના વિકાસના કાર્યોનો આરંભ કરશે એવી ગણતરી માંડવામાં આવી રહી છે.

Related posts

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment