October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

સંઘપ્રદેશ પ્રશાસનમાં પટાવાળાથી શરૂ કરી યુડીસી તરીકે 40 વર્ષ સુધી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરી સેવા નિવૃત્ત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: સંઘપ્રદેશ પ્રશાસનમાં 40 વર્ષની સુદીર્ઘનોકરી પટાવાળા(પ્‍યુન)થી શરૂ કરી છેલ્લે અપર ડિવીઝન ક્‍લાર્ક (યુડીસી) તરીકે વયમર્યાદાના કારણે શ્રી અમ્રતભાઈ હળપતિ નિવૃત્ત થતાં તેમને સ્‍ટાફ દ્વારા સ્‍નેહાળ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
આજથી બરાબર 40 વર્ષ પહેલાં ગોવા ખાતે નગરપાલિકા નિર્દેશાલયમાં એક પટાવાળા તરીકે પોતાની નોકરીની શરૂઆત કરનારા 9મું ધોરણ ભણેલા શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાની લગન, નિષ્‍ઠા અને કર્મઠતાથી ફરજ બજાવવાની સાથે અભ્‍યાસ કરી એસ.એસ.સી. પણ પાસ થયા હતા.
ગોવાથી દમણ અને દીવમાં સીટી સર્વે ઓફિસ, બીડીઓ, કોલેજ અને છેલ્લે વેટરનરી ઓફિસ ખાતે યુડીસી તરીકે ફરજ બજાવતા તેઓ ગત તા.31મી ઓક્‍ટોબરે વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયા હતા. સેવા નિવૃત્તિના સમયે વેટરનરી ઓફિસના ઈન્‍ચાર્જ ડો. વિજયસિંહ પરમાર તથા સ્‍ટાફે તેમને ખુબ જ ભાવભર્યું વિદાયમાન આપ્‍યું હતું અને તેમણે બજાવેલી નિષ્‍ઠાપૂર્વકની ફરજને યાદ કરાઈ હતી.
શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાના નિવૃત્તિ બાદનો સમય દમણના આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવવા પસાર કરવાના હોવાનું ‘વર્તમાન પ્રવાહ’ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

Related posts

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment