(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : સેલવાસ નગરપાલિકાના ટોકરખાડા વિસ્તારમાં આવેલ એક હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામને જેસીબીદ્વારા હટાવવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી કોર્ટના આદેશ અનુસાર પ્લોટ નંબર 346 પી દાન હોટલની પાછળ ટોકરખાડા સેલવાસ જે જગ્યા નગરપાલિકાની માલિકીની છે જેના પર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ જેને નગરપાલિકાના ચીફ ઓફીસર, ઈજનેર અને પાલિકાની ટીમ ઉપસ્થિત રહી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું, સાથે ત્યાં નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો છે.