October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

ઉદ્યોગો દ્વારા યોજાનારા ભરતી મેળામાં દાદરા નગર હવેલીના સ્‍થાનિક આદિવાસી શિક્ષિત યુવાનોને યોગ્‍ય પદ ઉપર તક મળે તેની તકેદારી રાખવા પણ કરેલી અરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04 : સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી નોકરીઓમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા અને ઉદ્યોગોમાં આદિવાસી બેરોજગારોને સંપૂર્ણ પ્રાથમિકતા આપવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રજૂઆત કરી છે.
સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે ગત તા.31મી ઓક્‍ટોબરના રોજ યોજાયેલ રોજગાર મેળાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, જેમાં 248 જેટલા સક્ષમ બેરોજગારોને શિક્ષક અને જુનિયર એન્‍જિનિયરના પદ ઉપર કાયમી નોકરીની ભરતીનો આદેશ આપવામાં આવ્‍યો હતો. સંઘપ્રદેશમાં 15 વર્ષ પછી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વમાં થયેલા આયોજનની પણ તેમણે પ્રશંસા કરી હતી.
રોજગાર મેળાના સમારંભમાંસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્યોગ ગૃહોને તમામ પંચાયતોમાં ભરતી મેળાના આયોજન માટે કરેલી તાકિદની પણ સરાહના કરતા શ્રી સુમનભાઈ પટેલે શિક્ષિત આદિવાસીઓને ઉદ્યોગોમાં યોગ્‍ય પદ ઉપર રોજગાર મળે તેની તકેદારી રાખવા પણ સૂચન કર્યું છે. તેમણે નોન ગેઝેટેડ બી ગૃપ સુધીની સરકારી નોકરીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ઉમેદવારોની જ પસંદગી થાય એવી વ્‍યવસ્‍થા કરવા પણ અરજ કરી છે.
સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે, દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ જ યોગ્‍ય નિર્ણય લઈ ન્‍યાય અપાવશે.

Related posts

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નાગરિકોને તમાકુ અને તેની બનાવટવાળી વસ્‍તુઓના સેવનથી થતાં નુકસાનની આપેલી માહિતી

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment