Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

દાનહ જિલ્લા પંચાયત પણ ડેલકર પરિવારના તાબાથી આઝાદઃ હવે જિ.પં.સભ્‍યો અને સરપંચો પણ પોતાના નિર્ણય લેવા સ્‍વતંત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04 : દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામનું ગત તા.2 નવેમ્‍બરના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. સહાનુભૂતિના પ્રચંડ જુવાળમાં વિજેતા બનેલા શિવ સેનાના શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરનું સંમોહન એક વર્ષના કાર્યકાળમાં લગભગ સમાપનના આરે હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, ગત લોકસભાની પેટા ચૂંટણી દરમિયાન લોકોને આપવામાં આવેલા વચનો પૈકી એક પણ કામ કરાવવા તેઓ એક વર્ષમાં સફળ રહ્યા નથી. પોતાના કબ્‍જા હેઠળની જિલ્લા પંચાયતના સભ્‍યોએ પણ પોતાના વિસ્‍તારના કામ નહીં થતાં છેવટે તેમનો સાથ છોડી ભાજપનું દામન પકડવામાં જ પોતાનું ડહાપણ સમજ્‍યું છે.
સાંસદ પાસે કોઈ વહીવટી કે કાર્યપાલનની સત્તા નથી. સાંસદે પોતાની રજૂઆત સ્‍થાનિક પ્રશાસન મારફતે જ કરવાની રહે છે. જ્‍યારે શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના એક વર્ષના સાંસદ કાળ દરમિયાન યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર પોતાની રજૂઆત નહીં કરતા ધારેલું પરિણામ મળી શક્‍યું નથી, જેનાકારણે દાદરા નગર હવેલીના લોકો મોહભંગ થયા છે.
બીજી બાજુ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પણ ડેલકર પરિવારના બાનમાંથી છૂટતા હવે જિલ્લા પંચાયત સભ્‍યો અને સરપંચો પણ પોતાના નિર્ણયો સ્‍વતંત્રપણે લેવા સક્ષમ બન્‍યા છે. પહેલાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ, સરપંચ કે સભ્‍યોએ કોઈપણ રજૂઆત કરવી હોય કે કોઈ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવું હોય તો પણ ડેલકર પરિવારની પરવાનગી લેવી પડતી હતી. હવે પહેલી વખત જિલ્લા પંચાયત ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ થઈ છે.
દાદરા નગર હવેલીના ભૂતકાળ ઉપર નજર માંડીએ તો જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્‍વ. ચંદનબેન ડેલકર, સ્‍વ. કેશુભાઈ પટેલ, શ્રી રમણભાઈ કાકવા અને છેલ્લે શ્રીમતી નિશાબેન ભવરે સ્‍વ. મોહનભાઈ ડેલકર અને હમણાં શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના પરિવારને વફાદાર રહીને અને તેમને વિશ્વાસમાં રાખીને નિર્ણયો લેવા પડતા હતા. હવે જ્‍યારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપરથી ડેલકર પરિવારનો પડછાયો દૂર થયો છે ત્‍યારે શ્રીમતી નિશા ભવર, શ્રી દિપક પ્રધાન સહિત જિલ્લા પંચાયતની ટીમે પારદર્શકતા અને પ્રમાણિકતાથી લોકોની સમસ્‍યા દૂર કરવા પ્રયાસરત રહેવું પડશે.
સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ એકમાત્ર સક્રિય નેતા તરીકે ઉભરીને હાલમાં લોકઉપયોગીકામ માટે પહેલ કરી રહ્યા છે. હવે અન્‍ય નેતાઓએ પણ એક કાર્યકર્તા બની પ્રજાની વચ્‍ચે રહેવું એ સમયનો તકાજો બન્‍યો છે.

Related posts

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment