April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્‍લબ વલસાડના સંયુક્‍ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્‍યુએથોન આયોજિત થઈ હતી. જેમાં આશરે 100 થી વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધકોમાંથી સરકારી ઇજનેરી કોલેજ વલસાડ ખાતે મિકેનિકલ ઇજનેરી વિભાગનાં પ્રાધ્‍યાપકતરીકે ફરજ બજાવતા અને એથલેટીક્‍સ ક્ષેત્રે અનેક સિદ્ધિ મેળવનારા પ્રો. વિમલ એસ. પટેલ (મૂળ. સરૈયા, નવસારી) ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા હતા. તેઓ દ્વારા સ્‍પર્ધામાં ઓલમ્‍પિક ડીસ્‍ટન્‍સ 1.5 કિમી સ્‍વિમિંગ, 37 કિમી સાયકલીંગ તેમજ 10 કિમી રનીંગ પૂર્ણ કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં તેઓએ 15 થી 45 વર્ષની કેટેગરીમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું. વલસાડ ખાતે આ પ્રકારની ટ્રાયેથલોન સૌપ્રથમ વખત આયોજિત થયેલ હતી. વિમલ પટેલ દ્વારા પોતાના એથ્‍લીટ કેરિયરમાં પણ આ પ્રથમ ટ્રાયેથલોન હતી. તેમને મળેલી આ સફળતા બદલ સંસ્‍થાના આચાર્યશ્રી ડૉ. વી. એસ. પુરાણી તેમજ સમગ્ર કોલજ પરિવાર વતી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment