તા.10-6-2023ના રોજ વાપી છીરીથી પપ્પુ પાસવાન નામનો યુવક અવધ એક્સપ્રેસમાં વતન જવા નિકળ્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપી છીરીથી વતન સમસ્તીપુર બિહાર વતન જવા માટે ગતા તા.10-6-2023ના રોજ વાપી રેલવે સ્ટેશનથી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં નિકળ્યો હતો. જે વતનમાં નહીં પહોંચતા વચ્ચેથી ક્યાંક ગુમ થયેલ છે. તેથી વાપી રેલવે પોલીસમાં ગુમ થવા જોગ ફરીયાદ નોંધાઈ છે.
વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અનુસાર વાપી છીરી અશોકભાઈની ચાલ બજરંગ હોટલ પાછળ બજરંગ ચોકમાં રહેતો 21 વર્ષિય યુવાન પપ્પુ ચનુ પાસવાન ઘરેથી તા.10-6-2023ના રોજ રાતના 12 વાગ્યાના સુમારે વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર આવતીબાન્દ્રા-બરોની અવધ એક્સપ્રેસ ટ્રેનમાં વતન જવા જનરલ કોચમાં મુસાફરી કરવા નિકળ્યો હતો. ત્યારબાદ પપ્પુ વતનમાં નહી પહોંચતા ગુમ થયો હતો તેથી પરિવારે વાપી રેલવે પોલીસમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવી હતી. પપ્પુ અંગેની કોઈ માહિતી કે જાણકારી મળે તો વાપી જી.આર.પી. મોબાઈલ નં.99135, 42511 અથવા 95183 94874 ઉપર જણાવવા એક અખબારી યાદી દ્વારા પો. હેડ. કોન્સ્ટેબલ વજેસિંહ લક્ષ્મણસિંહે જણાવેલ છે.