Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

બહારના લોકોને ટિકિટ અપાશે તો અમે નહી ચલાવીએ : કિશન પટેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ધરમપુર વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાં આજરોજ યાદવાસ્‍થળી જોવા મળી હતી. પરિવર્તન રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. અને ટિકિટની માંગણી સાથે જીતનો દાવો કરતા ધરમપુર કોંગ્રેસના પીઢ કાર્યકર અને પૂર્વ સાંસદ કિશન પટેલએ કલ્‍પેશ પટેલને ટિકિટ અપાશે તો અમે કોઈ પણ ભોગે ચલાવીએ નહીં તેવો આજે હુંકાર કર્યો હતો. પક્ષ દ્વારા હજુ ટિકિટની જાહેરાત થાય તે પહેલાં જ કોંગ્રેસમાં યાદવાસ્‍થળી સર્જાઈ ચૂકી છે.
ધરમપુર વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ માટે આઠ જેટલા મુરતીયાઓ ચૂંટણી લડવા માટે દાવેદારી મોવડી મંડળ સમક્ષ નોંધાવી દીધી છે તે પૈકી પૂર્વ સાંસદ અને કોંગ્રેસના પીઢ કાર્યકર કિશન પટેલને ટિકિટ ફાળવાશે તેવું વાતાવરણ જોવા મળી રહેલ છે પરંતુ પાછલા 24 કલાકમાં તપામ રાજકીય સમિકરણો બદલાઈ ગયાછે. આદિવાસી યુવા નેતા અને રિવર લીંક પ્રોજેક્‍ટનો જોરદાર વિરોધ કરી અનેકવાર આંદોલનો અને રેલીઓની નેતાગીરી કરનાર ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો જોવા મળી રહેલો છે તેથી ગતરોજ કોંગ્રેસની પરિવર્તન રેલીમાં જિલ્લા અને પ્રદેશના આગેવાનીની હાજરીમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા હતા. જોડાતાની સાથે જ ધરમપુર વિધાનસભા બેઠકની કોંગ્રેસની ટિકિટની દાવેદારી નોંધાવીને સીટ જીતી બતાવવાનો રણટંકાર પણ કરી દીધો, કલ્‍પેશ પટેલની દાવેદારીની સાથે જ કોંગ્રેસમાં યાદવાસ્‍થળી શરૂ થઈ ગઈ હતી. કિશન પટેલ સહિત ટેકેદારોએ જોરદાર વિરોધ નોંધાવી દીધો હતો. કિશન પટેલએ દાવો પણ કર્યો હતો કે મારા સિવાય બાકીના દાવેદારો પૈકી કોઈને પણ ટિકિટ અપાશે તો ચાલશે પણ કલ્‍પેશ પટેલને અપાસે તો અમે નહી ચલાવીશુ… ટિકિટ પાળવણી પહેલાં ધરમપુર બેઠક માટે કોંગ્રેસમાં બે ફાડીયા થઈ ચૂક્‍યા છે. જેનો સીધો ફાયદો ભાજપને બેઠા બેઠા મળી રહ્યો છે તેવુ રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે.

Related posts

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

Leave a Comment