યજમાન ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં તેલંગાણા સામે રમશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમત ગમત અને યુવા બાબતોના વિભાગ અને પ્રશાસનના સહયોગથી સંઘપ્રદેશમાં પ્રથમ વખત 68મી રાષ્ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્સ) ટુર્નામેન્ટ 2024-25નું આયોજન દાનહની સરકારીપોલિટેકનિક કોલેજ, કરાડ ખાતેના કેમ્પસમાં કરવામાં આવ્યું છે. જેમાં 33 વિવિધ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો/એકમોમાંથી 462 સ્પર્ધકો સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.
આજે યોજાયેલી ટુર્નામેન્ટની ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ) સ્પર્ધામાં યજમાન બોયઝ ટીમ વતી શ્રી ધૈર્ય ટંડેલ, શ્રી રિકેશ અને શ્રી સિંથોયાએ શાનદાર પ્રદર્શન કરી ત્રણેય મેચમાં છત્તીસગઢ, આઈ.પી.એસ.સી. અને મધ્યપ્રદેશને હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અને પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
યજમાન ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં તેલંગાણા સામે રમશે.
આ ટેબલ ટેનિસ સ્પર્ધાના પ્રારંભમાં ગર્લ્સ અંડર 17માં ગ્રુપ-1ના રાઉન્ડ-1માં દિલ્હી, બિહાર ગ્રુપ-2ના રાઉન્ડ-1માં મહારાષ્ટ્ર, સી.આઈ.એસ.સી.ઈ. ગ્રુપ-3ના રાઉન્ડ-1માં તમિલનાડુ અને ચંડીગઢની ટીમે જીત મેળવી હતી. ત્યારબાદ ગ્રુપ-5ના રાઉન્ડ-1માં પヘમિ બંગાળ અને મધ્યપ્રદેશ, ગ્રુપ-5ના રાઉન્ડ-1માં ગુજરાત અને ઝારખંડ, ગ્રુપ-6ના રાઉન્ડ-1માં રાજસ્થાન અને આઈબીએસએસઓ તથા ગ્રુપ-7ના રાઉન્ડ-1માં હરિયાણા અને કેરલ, ગ્રુપ-5ના રાઉન્ડ-1માં કર્ણાટકની ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને જીત હાંસલ કરી હતી.
ગર્લ્સ અંડર-17ના પ્રથમ ચરણમાં ગ્રુપ-1ના રાઉન્ડ-2માં દિલ્હી અને ઓરિસ્સા, ગ્રુપ-2ના રાઉન્ડ-2માંમહારાષ્ટ્ર અને તેલંગાણા તથા ગ્રુપ-3ના રાઉન્ડ-2માં તમિલનાડુ અને વિદ્યા ભારતી, ગ્રુપ-4ના રાઉન્ડ-2માં પヘમિ બંગાળ અને આંધ્ર પ્રદેશ, ગ્રુપ-5ના રાઉન્ડ-2માં ગુજરાત તથા પોંડિચેરી, ગ્રુપ-6ના રાઉન્ડ-2માં રાજસ્થાન અને પંજાબ, ગ્રુપ-7ના રાઉન્ડ-2માં હરિયાણા અને આઈપીએસસી, ગ્રુપ-8ના રાઉન્ડ-2માં છત્તીસગઢ અને કર્ણાટકની ટીમો વિજેતા બની હતી.
જ્યારે ગર્લ્સ અંડર-17ના પ્રથમ ચરણમાં ગ્રુપ-1ના રાઉન્ડ-3માં ઓરિસ્સા, ગ્રુપ-2ના રાઉન્ડ-3માં સીઆઈએસએસ અને તેલંગાણા, ગ્રુપ-3ના રાઉન્ડ-3માં તમિલનાડુ અને વિદ્યા ભારતી, ગ્રુપ-4ના રાઉન્ડ-3માં પヘમિ બંગળ અને મધ્યપ્રદેશ, ગ્રુપ-5ના રાઉન્ડ-3માં ગુજરાત અને પોંડિચેરી, ગ્રુપ-6ના રાઉન્ડ-3માં રાજસ્થાન અને પંજાબ, ગ્રુપ-7ના રાઉન્ડ-3માં હરિયાણા અને કેરલ, ગ્રુપ-8ના રાઉન્ડ-8માં કર્ણાટક તથા ઉત્તર પ્રદેશની ટીમોએ જીત મેળવ હતી.
આજે ટેબલ ટેનિસ (અંડર-17 ગર્લ્સ)ની સ્પર્ધા અંતર્ગત દિલ્હી, સીઆઈએસએસ, તમિલનાડુ, પヘમિ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની ટીમોએ શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
આ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાની કુશળતા અને ધૈર્યતાનો પરિચય આપતાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનાથી દર્શકોમાં આનંદ અને ઉત્સાહ તથા રોમાંચનોમાહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટની દરેક રમતમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી. જેમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.