October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07  ગત રવિવારે બપોરે દમણ પોલીસનાજવાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્‍યારે તેમને ખબર પડી કે પીસીએલ કંપનીમાં કોઈ અજ્ઞાત ઈસમો ચોરી કરવાના ઈરાદાથી અંદર પ્રવેશ્‍યા છે. તેથી પીસીએલ કંપનીની અંદર જઈને જોયું તો બે અજાણ્‍યા વ્‍યક્‍તિ લોખંડનો લાંબો પાઈપ ખાંધ ઉપર ઉંચકીને કંપનીમાંથી ચોરી કરીને લઈ જવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ બંને અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ પોલીસને જોઈને લોખંડનો પાઈપ ત્‍યાં જ નાંખીને ભાગી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ બંધ કંપનીની અંદર જઈને જોયું તો એક વ્‍યક્‍તિ લોખંડનો પાઈપ મશીનથી છૂટો પાડી ચોરી કરવાનો પ્રયાસ કરતા રંગે હાથ પકડાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.6ઠ્ઠી નવેમ્‍બરના રવિવારે નાની દમણના ભેંસલોર સ્‍થિત બંધ પડેલ પીસીએલ કંપની પાસે બપોરે પોલીસના જવાન પહેરો આપી રહ્યા તે સમયે તેમને ખબર પડી કે કંપનીની અંદર કોઈક અજાણ્‍યા ઈસમો પ્રવેશ્‍યા છે. તેથી પોલીસના જવાનોએ બંધ કંપનીની અંદર જઈને જોયું તો કેટલાક અજાણ્‍યા ઈસમો લોખંડના પાઈપને ખાંધ ઉપર ઉંચકીને લઈ જઈ રહ્યા. આ ઈસમોએ પોલીસને જોઈને લોખંડના પાઈપ ત્‍યાં જ નાંખીને ભાગી ગયા હતા. જ્‍યારે અન્‍ય એક ઈસમ રોહિતકુમાર ઉર્ફે નરેશ રામ, (ઉ.વ.26) રહે. વટાર, જિ. વલસાડ, ગુજરાત મૂળ રહે. બેગુસરાઈ – બિહાર કંપનીની અંદર મશીનથી અન્‍ય પાઈપને કાપીને છૂટો કરી રહ્યો હતો જેનેપોલીસે રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે પકડાયેલ આરોપી સહિત એક ગેસ સિલિન્‍ડર, સિલિન્‍ડર રાખવાની ટ્રોલ, હેક્‍સો બ્‍લેડ અને ગેસ કટરનો પાઈપ કાળા રંગનો જે લોખંડને કાપવા માટે વપરાશમાં લેવામાં આવતો હોય છે.
આરોપી વિરુધ્‍ધ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં સરકાર તરફથી આઈપીની 454, 511, આર./ડબ્‍લ્‍યુ 34 કલમ મુજબ ગુનો નોંધી મહેરબાન જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસની કોર્ટમાં રજૂ કરતા 9મી જુલાઈ સુધીની પોલીસ કસ્‍ટડી મંજૂર કરવામાં આવી છે. વધુ પૂછપરછમાં તેની સાથે ગુનામાં અન્‍ય સાથીઓ પણ સામેલ હોવાનું કબુલ્‍યુ હતું. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment