October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આગામી તા.27 સપ્‍ટેમ્‍બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

કલેક્‍ટર સહિત જિલ્લા વિકાસ અધિકારીએ યોજનાકિય સ્‍ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્‍યા, બેઠક વ્‍યવસ્‍થા સહિત સ્‍ટેજ, કીટ વિતરણ વગેરેના સ્‍થળોની સ્‍વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્‍યાણ મેળાનું સમગ્ર રાજ્‍યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.27મી સપ્‍ટેમ્‍બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પલતા અને વિવિધ ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતીમાં સ્‍થળબેઠક યોજાઈ હતી.
કલેક્‍ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્‍ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્‍યા, બેઠક વ્‍યવસ્‍થા સહિત સ્‍ટેજ વગેરેના સ્‍થળોની સ્‍વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્‍યા હતા. આ ઉપરાંત આગામી 27મીના રોજ યોજાનાર કાર્યક્રમમાં રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ, સ્‍ટેજ પરથી લાભાર્થીઓને કીટ વિતરણ, વિવિધ વિભાગોના સ્‍ટોલ, લાભાર્થીઓના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા, લાભાર્થીઓને જરૂરી સુવિધાઓ મળી રહે, લાભાર્થીઓને કાર્યક્રમ સ્‍થળે લાવવા-લઇ જવાની વ્‍યવસ્‍થાઓ, બેઠક વ્‍યવસ્‍થા, કીટ વિતરણ, પાર્કિંગની સુવિધા, પીવાના પાણીની સુવિધા, જમણવાર, સલામતી અને સુરક્ષા જાળવવા, શૌચાલય, વાહન વ્‍યવહાર સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

Leave a Comment