Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે મસાટના ટેમ્‍પો માલિકના એસોસિએશન સાથે યોગ્‍ય ભાડું મળે એ માટે નિヘતિ કરવામાં આવ્‍યું હતું. પરંતુ કેટલાક નીતિ-નિયમોની અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી તંત્રએ ટેમ્‍પો ચાલકોને નક્કી કરાયેલ કરાર મુજબ વ્‍યવસ્‍થા બંધ કરી દીધી. તેથી બંધ કરાયેલા ભાડા કરારને ફરી ચાલુ કરવા આજે મસાટ ટેમ્‍પો એસોસિએશન દ્વારા સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામના 60થી વધુ ટેમ્‍પો માલિકના એસોસિએશન દ્વારા ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા અને લાવવા માટે યોગ્‍ય ભાડું નક્કી કરવામાં આવ્‍યું હતું. જો થોડાક દિવસો સુધી બરાબર મળતું હતું. પરંતુ કેટલાક સમય પછી એ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું. આ બાબતે મસાટના ટેમ્‍પોએસોસિએશન દ્વારા આજે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ ટેમ્‍પો એસોસિએશનના આગેવાનોને જણાવ્‍યું હતું કે તમારે સૌથી પહેલાં તમામ સરકારી નીતિ-નિયમો તથા વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જેમ કે, તમારા વાહનોમાં જી.પી.એસ. લગાવવું, કામના બાબતે જે ટેન્‍ડર બહાર પડે છે ભરવું જરૂરી છે. તેથી આ તમામ નિયમો અનુસર્યા બાદ જ તમોને કરાર મુજબ કામ અને ભાડું મળશે.

Related posts

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

Leave a Comment