ચાલક કાન્તા પ્રસાદ યાદવ રહે.બ્રહ્મદેવ મંદિરની ધરપકડ : પોલીસે ટેમ્પો, દારૂનો જથ્થો, પ્લાસ્ટીક સહિત રૂા.25.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી ટાઉન પોલીસે બલીઠા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતી ત્યારે દમણ તરફથી આવી રહેલો ટેમ્પોની તપાસ કરતા ટેમ્પોમાં પ્લાસ્ટીકની આડમાં દારૂનો જથ્થો છુપાવેલો મલી આવતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.
વાપી બલીઠા ચેકપોસ્ટથી પોલીસે દમણ તરફથી આવી રહેલ ટેમ્પો નં.જીજે 16 ડબલ્યુ 0309 ને અટકાવી ચેકીંગ કર્યું હતું. ટેમ્પોમાં પ્લાસ્ટીકની આડમાં સંતાડાયેલ 8800 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પો ચાલક કાન્તા પ્રસાદ દિનાનાથ યાદવ રહે.બલીઠા બ્રહ્મદેવ મંદિર પાસે ભાવેશભાઈની ચાલની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ તથા ટેમ્પો પ્લાસ્ટીક અને મોબાઈલ મળીને રૂા.25.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બલીઠા ચેકપોસ્ટ ઉપર બીજા બનાવમાં નિબ્બુલ કંપની રોડ ઉપરથી મોપેડ નં.જીજે 15 ડીકે 9953 માંથી 384 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. મોપેડ તથા દારૂ સહિત 49200 રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈ મોપેડ ચાલક નાસી ગયો હતો.

