Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

યોગ્‍ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને આપેલી સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર, નગરપાલિકા મુખ્‍ય ઈજનેર સાથે બાલદેવી સ્‍થિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલ મકાનો મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓફિસરડો. સુનભ સિંહે કોન્‍ટ્રાક્‍ટર અને પાલિકાના અધિકારીઓને સમયમર્યાદામાં મકાનોને યોગ્‍ય ગુણવતા સાથે કામ પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા પીએમએવાય-અર્બન અંતર્ગત 1232 મકાન/આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે અને દરેક મકાનોનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગરમાં કરવામાં આવી રહ્યા છે. આ બન્ને જગ્‍યા પર મકાનોનું નિર્માણ અંતિમ ચરણમાં છે. સાથે શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસી અંતર્ગત સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. જેઓ કાચા ઘરોમાં રહે છે તેઓ પોતાની જગ્‍યા પર પાકું મકાન નિર્માણ કરી શકે છે અને તેઓ દરેક મૌસમમાં સુવિધાજનક ઘરમાં રહી શકશે.

Related posts

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

Leave a Comment