April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

કાર્યક્રમ દ્વારા એકત્ર થનારા ફંડનો ઉપયોગ ગરીબોના આરોગ્‍ય સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ‘લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા’ અને ‘લિયો ક્‍લબ ઓફ સિલવાસા’ દ્વારા ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે 16 ડિસેમ્‍બરના શનિવારે શ્રી સંદિપ પંચવટકર દ્વારા પ્રસ્‍તુત મસ્‍ત મસ્‍ત મ્‍યુઝિકલ તંબોલા સંગીતમયકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે લાયન્‍સ કલબ ઓફ સિલવાસાના અધ્‍યક્ષ લા. વિનોદ અમેરિયા, લા. અતુલભાઈ શાહની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ દરમિાયન લાયન્‍સ ક્‍લબના અન્‍ય સભ્‍યો પણ હાજર રહ્યા હતા.
મળેલી બેઠકમાં નક્કી કરાયું હતું કે 16 ડિસેમ્‍બર, 2023ના શનિવારે સાંજે 7:00 વાગ્‍યે સેલવાસના ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે શ્રી સંદિપ પંચવટકર દ્વારા પ્રસ્‍તુત મસ્‍ત મસ્‍ત મ્‍યુઝિકલ તંબોલા સંગીતમય કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરવામાં આવશે.
મ્‍યુઝિકલ તંબોલા એક હાઉઝી ગેમ શો છે. જેના માટેની ટિકિટો પણ રાહતદરે રાખવામાં આવી છે એની સાથે ડિસ્‍કાઉન્‍ટ કુપન પણ આપવામાં આવશે અને જે લોકો ભાગ લેશે તેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે.
લાયન્‍સ ક્‍લબના અધ્‍યક્ષ લા. વિનોદ અમેરિયાએ જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમના માધ્‍યમથી જે પણ ફંડ એકત્ર થશે એનો ઉપયોગ ગરીબ અને વંચિત લોકોની સેવા માટે ઉપયોગ કરાશે. આરોગ્‍ય શિબિર, કેન્‍સર અને ડાયાબિટિશ(મધુમેહ)ની તપાસ તથા જાગૃતિ કાર્યક્રમ જેવી આરોગ્‍યને લગતી વિવિધ સેવાઓ જરૂરિયાતમંદ ગરીબ આદિવાસીઓને પુરી પાડવામાં આવશે. લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા પ્રદેશની જનતાને અનુરોધ છે કે આસેવાભાવી કાર્યમાં ભાગ લે અને એને સફળ બનાવે. કાર્યક્રમની ટિકિટ માટે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસાના કોઈપણ સભ્‍યોનો સંપર્ક કરી શકાશે. આ અવસરે લાયન્‍સ કલબ ઓફ સિલવાસાના સભ્‍ય તથા ઉદ્યોગપતિ શ્રી અતુલભાઈ શાહ, લા. પીન્‍કી ખેમાણી, લા. નિલમ ઝવેરી, લા. આશિષ દેસાઈ, લા. ભરત તન્ના સહિતના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

Leave a Comment