September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

એક આરોપી સગીર હોવાથી પૂછપરછ માટે બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: મૂળ સિયાદા ગામના અને આમધરા ગામે સાસરામાં રહી ખેતીકામ કરતા પંકજભાઈ પટેલને ફોન ઉપર પંદર લાખ રૂપિયાની ખંડણી માંગી ન આપે તો તેમના પુત્ર સાથે ઉડાવી દેવાની ધમકી આપવાના બનાવે સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચાવી દીધી હતી.જોકે પોલીસે મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરી પીપલગભણ વિસ્‍તારમાંથી આમધરા ગામના શિવાંગ બીપીન પટેલ અને પીપલગભણના રોનક રાજેશ પટેલ તથા એક સગીર સહિત ત્રણ જેટલાને ઝડપી પાડ્‍યા હતા.
ઉપરોક્‍ત બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજુર કરતા વધુ તપાસ હાથ ધરી હતી. જ્‍યારે સગીર આરોપીની માતાને નોટિશ આપી ફરી બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કર્યો હતો.
ખંડણી માંગવાના ગુનાના આરોપીઓ પૈકી શીવાંગ બીપીન પટેલ (રહે.આમધરા કોળીવાડ તા.ચીખલી)નો પરિવાર પંકજભાઈના ઘરે દૂધનું વેચાણ કરતો હતો અને બન્ને વચ્‍ચે નાણાકીય વ્‍યવહાર પણ ચાલતા હતા અને શિવાંગ પટેલ અગાઉ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલોહોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે અગાઉ શિવાંગ પટેલે વ્‍યાજપેટે નાણાં લીધા હોવાની અને તે સમયસર ચૂકવી ન શકતા મૂળ રકમ સાથે પરત કરવાની રકમ વધી જતાં પંકજભાઈ પાસે જ ખંડણી માંગવાનો કારસો રચ્‍યો હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી રહી છે. ત્‍યારે ખરેખર જો નાણાં વ્‍યાજ પેટે આપવામાં આવેલ હોય તો વ્‍યાજનો ધંધો અધિકળત રીતે કે બિન અધિકળત રીતે કરાતો હતો તે દિશામાં પણ પોલીસ તટસ્‍થ તપાસ કરે તો વધુ હકીકત બહાર આવે તેમ છે.

Related posts

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment