June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : ભારતીય રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલ કાર્યાલય ગુજરાત દાદરા નગર હવેલીના તત્‍વાધાનમા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ દ્વારા ગ્રાહક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે બેંકિંગ લોકપાલ શ્રીમતી એન. સારા રાજેન્‍દ્ર કુમાર, અંચલ પ્રમુખ શ્રી રાજેશ કુમાર સિંહની અધ્‍યક્ષતામાં અને શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનુંઆયોજન ખાનવેલ મરાઠી હાઈસ્‍કૂલમાં કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય ગ્રાહકોમા આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી સાથે સુરક્ષિત બેંકિંગ વિષય અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમા ઉપસ્‍થિત ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંકની એકીકૃત લોકપાલ યોજના 2021 અંગે જાણકારી આપવામાં આવી હતી અને વિભિન્ન આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ પ્રણાલી અંગે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ, ઓનલાઈન બેંકિંગ અંગે જાણકારી આપી ગ્રાહક ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને જો ફ્રોડનો શિકાર બને તો શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે ખાનવેલ એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ, નાબાર્ડ ડીડીએમ શ્રી ગૌરવ કુમાર, એલડીએમ શ્રી સુનિલ માલી, શાળાના આચાર્ય શ્રી ભિવા સુરુમ સહિત 300થી વધુ ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બરોડા આરસેટી મેનેજર શ્રી કૃષ્‍ણ કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્‍યું. હતું.

Related posts

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

Leave a Comment