December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 07
દમણ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-8માં એક સિનિયર સિટીઝન લાચાર વળદ્ધ મહિલા, જેના પરિવારમાં કોઈ નથી, ઘણા મહિનાઓથી ઘૂંટણના દુખાવાથી પીડાતી હતી, તેના દર્દને કારણે વળદ્ધ મહિલા જમીન પર ઢસડાઈને ચાલતી હતી અને તે પોતાના અંગત રોજમરાના કામો કરવા માટે પણ અસક્ષમ હતી. આ માહિતી પડોશીઓએ તે વિસ્‍તારના ભાજપના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ (ચક્કુ ટંડેલ)ને આપી હતી. શ્રી ટંડેલ મહિલાના ઘરે પહોંચ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે મરવડની સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. ત્‍યાં તેણીની તબીબી તપાસ બાદ તે તારણ પર આવ્‍યું કે વળદ્ધ મહિલાના બંને ઘૂંટણનું ઓપરેશન કરવું પડશે અને તેનો ખર્ચ ત્રણથી ચાર લાખ સુધીનો હોઈ શકે છે.
વળદ્ધ માતા પાસે તો કશું હતું નહિ માટે શ્રી ચકકુ ટંડેલ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ગરીબલક્ષી સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના ‘આયુષ્‍ય માં ભારત’ અંતર્ગત વળદ્ધાનું તાત્‍કાલિક અસરથી કાર્ડ બનાવવામાં આવ્‍યું હતું અને તેના દ્વારા વળદ્ધ માતાના ઘૂંટણ પર બે સફળઓપરેશન કરવામાં આવ્‍યા હતા અને હવે તે માતા સ્‍વસ્‍થ છે અને ધીમે ધીમે તેના પગ પર ચાલી રહી છે.
આજ તો આદરણીય મોદીજીનું સ્‍વપ્ન છે અને તેમની સરકાર પણ અંત્‍યોદયના સિદ્ધાંતો પર ચાલે છે, સાચા અર્થમાં જોવા જઈએ તો મોદીજીની આવી ગરીબો લક્ષી યોજનાઓએ અને તેના દૃઢ અમલીકરણ દ્વારા સરકારે તેને જમીની સ્‍તર સુધી પહોંચાડી છે અને ગામડાના ગરીબમાં ગરીબ લોકોને આવી યોજનાઓનો સીધો લાભ મળે છે. શ્રી ચંદ્રગિરી ટંડેલ અને વળદ્ધ માતાએ ઘૂંટણના વિનામૂલ્‍યે સફળ ઓપરેશન માટે આદરણીય વડાપ્રધાન અને સંઘપ્રદેશમાં ઉત્તમ આરોગ્‍ય સેવા માટે અહીંના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલનો આભાર માન્‍યો છે.
દમણની સરકારી હોસ્‍પિટલ, મરવડના તમામ ડોકટરો અને અન્‍ય તબીબી સ્‍ટાફે ગરીબ વળદ્ધ મહિલાના ઓપરેશન અને સારવારમાં અભૂતપૂર્વ સહકાર આપ્‍યો છે અને એ દ્વારા તેઓ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ઉપલબ્‍ધ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવાનું ઉદાહરણ સ્‍થાપિત કર્યું છે.

Related posts

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ પોસ્‍ટર એન્‍ડ પેઇન્‍ટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment