Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે નવી લો કોલેજ યુનિવર્સિટીનું નવું કેમ્‍પસ શરૂ થનાર છે. સેલવાસ જૂના સચિવાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે જીએનએલયુ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં શિક્ષણ અને રિસર્ચ એસોસિએટ નંદિતા ગુગનાની દ્વારા વકીલાતના ક્ષેત્રમાં કેવી રીતે કારકિર્દી બનાવવી, એમાં રહેલી તકો તથા આગામી 18મી ડિસેમ્‍બર, 2022ના રોજ યોજાનાર પ્રવેશ પરીક્ષા બાબતે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે નંદિતા ગુંગનાનીએ વધુમાં જણાવ્‍યું હતું કે, દાનહમાં સેંકડો ઉદ્યોગોમાં કામ કરનાર કામદારોના હિતને ધ્‍યાનમાં લઈને આવતા ડિસેમ્‍બર મહિનામાં લેબર કોન્‍ફરન્‍સનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિશેષ તજજ્ઞોને પણ બોલાવવામાં આવશે કારણ કે, આદિવાસી બહુલ વિસ્‍તાર ધરાવતા પ્રદેશમાં વસતા લોકો કાયદા-કાનૂનને જાણતા થાય અને પોતાના હક્ક અને અધિકાર અંગે વધુ સજાગ બને.

Related posts

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

Leave a Comment