Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશે

કોંગ્રેસે વિધિવત કિશન પટેલને ઉમેદવાર જાહેર કરતા દાવેદાર કલ્‍પેશ પટેલની ટિકિટ કપાઈ : વિરોધમાં 50 ઉપરાંત કાર્યકરોના રાજીનામા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાતની સાથે જ વલસાડ જિલ્લામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્‍યો છે. જેમાં મોટાભાગના જે તે પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે જ્‍યારે બાકી ઉમેદવારો આવતીકાલ સોમવાર તા.14 નવેમ્‍બરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ઉમેદવારી નોંધાવી દેશે. જિલ્લાની વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા બેઠકો ઉપર ધરમપુર સિવાય ચાર બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે અને એકમાત્ર ધરમપુર બેઠક ઉપર ચતુર્થ પાંખીયો જંગ ખેલાશે. કોંગ્રસએ તેની ચોથી જાહેર કરેલ ઉમેદવાર યાદીમાં ધરમપુર માટે પૂર્વ સાંસદ કિશન પટેલને ટિકિટ શનિવારે સાંજે જાહેર કરી દીધી છે. જો કે કિશન પટેલએ ટિકિટ પહેલાં જ પોતાની ઉમેદવારી ગત ગુરૂવારે નોંધાવી દીધી હતી. ધરમપુર બેઠક માટે તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ પણ કોંગ્રેસમાં જોડાઈ દાવેદારી કરી દીધી હતી પરંતુ પક્ષમાં બળવો થતા કલ્‍પેશની ટિકિટ કેન્‍સલ કરાઈ છે તેથી કલ્‍પેશ પટેલ આવતીકાલે સોમવારે અપક્ષઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવશે. કલ્‍પેશ પટેલની તરફેણમાં 50 જેટલા યુવા કાર્યકરોએ શનિવારે સાંજે રાજીનામા આપી દીધા હતા.
ધરમપુર બેઠક ઉપર ચાર પાંખીયા જંગના મંડાણ મંડાઈ ગયા છે. એટલે કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ વચ્‍ચે મુકાબલામાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ માટે માર્ગ મોકળો મતદાન પહેલાં થઈ ગયો છે. કારણ કે આપ માટે તો કોઈ જમીની નેટવર્ક છે નહીં તેમજ કોંગ્રેસમાં દેખીતા બે ફાડીયા થઈ ગયા છે તેનો સીધો ફાયદો ભાજપને થશે. બહુધા આદિવાસી મતદારો વહેંચાઈ જશે. તેથી ભાજપના અરવિંદ પટેલ જીતી જાય તેવા સંજોગોનું આ બેઠક ઉપર નિર્માણ થઈ ચૂક્‍યુ છે.

Related posts

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

Leave a Comment