(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.09: દિવાળી પર્વની ઉજવણી દરમિયાન બાળકો, વૃદ્ધો, પુરુષો, કેસ્ત્રીઓ ફટાકડાઓથી દાઝી જવાના બનાવો બનતા હોય છે ત્યારે તેમને ઝડપથી સેવા સતત ચાલું રહેશે. એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દૂર રહી 24×7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહી લોકોની સેવા કરશે. ગુજરાત ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસનાં સીઓઓ શ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીએ એવો સમય છે જ્યારે પરિવારો અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે ભેગા થતા હોય છે તહેવારોમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે સાવધાની રાખવી આવશ્યક છે જ્યારે ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લામાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી સુનિヘતિ કરવા માટે 108 ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન વધારાની કટોકટીને પહોંચી વળવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે ઈમરજન્સી કોલનો ઝડપી પ્રતિસાદ સુનિヘતિ થઈ શકે તે માટે હોટસ્પોટ સ્થાનો પર એમ્બ્યુલન્સગતિશીલ રીતે તૈનાત કરવામાં આવશે જ્યારે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સમર્પિત કર્મચારીઓ દ્વારા ઈમરજન્સી ફોન કોલ્સને ઝડપી પ્રતિસાદ મળે તે માટે એમ્બ્યુલ્સને ઝડપી રવાના કરી શકશે જેથી ખાસ કરીને દિવાળીના તહેવારોમાં તાત્કાલિક સારવાર આપી શકાશે.
બોક્સ
108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ રજા કેન્સલ કરી 24×7 સેવાના સંકલ્પ સાથે સેવા બજાવશે
108 એમ્બ્યુલન્સ સેવાના પ્રોગ્રામ મેનેજર કમલેશભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતાં આંકડાને આધારે આ વર્ષના ડેટા આધારે પર્વ દરમિયાન નવસારી જિલ્લામાં દિવાળીના દિવસે 15.27% નવા વર્ષમાં 26.72% થતા ભાઈ બીજ પર 22.14%નો વધારો થવાની શકયતા સામે આવી છે, જ્યારે નવસારી જિલ્લામાં 15 જેટલી એમ્બ્યુલન્સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દૂર રહી 24×7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહી પોતાની સેવા બજાવશે.