October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

વિદ્યાર્થીઓ, સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણમાં દેશપ્રેમની ઝાંખી જોવા મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ભારત દેશએ આઝાદીના સ્‍વમાનભેર 75 વર્ષ પુરા કર્યા તે બદલ દેશભરમાં આઝાદી ના અમૃત મહોત્‍સવની અનેક જુદા જુદા કાર્યક્રમો દ્વારા જુસ્‍સાભેર ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે સોમવારેસલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી ના અમૃત મહોત્‍સવની તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં કોલેજ પરિવાર જોડાયો હતો.
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આજે આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન હેઠળ હર ઘર તિરંગાની ઉમંગભેર રેલી યોજાઈ હતી. રેલી કોલેજ કેમ્‍પસમાં એકેડેમીક ડીરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, આચાર્ય ડો.સચીન નારખડે દ્વારા તિરંગા યાત્રાનું માર્ગદર્શન અપાયું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ રેલીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓ, કોલેજ સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણએ ભાગ લઈને દેશભક્‍તિના વિવિધ નારાઓ લગાવ્‍યા હતા. હર ઘર તિરંગાની જેમ વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયા હતા. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, કપિલદાસજી, રામસ્‍વામીએ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

Leave a Comment