Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: નવસારી જિલ્લામાંથી એક યુવતીએ 181 પર કોલ કરી જણાવ્‍યું હતું કે, મારા પતિ મારી પર શંકા કરી મારપીટ કરે છે અને છૂટાછેડા માંગે છે. જેથી 181 અભયમ ટીમે બંને પક્ષને સમજાવી સુખદ સમાધાન કરાવ્‍યું હતું.
181 અભયમ હેલ્‍પલાઇન ટીમને મળતી માહિતી મુજબ યુવતીએ લવ મેરેજ કર્યા હતાં. યુવતીના લગ્નને ચાર વર્ષ ગયા છે. તેમને એક દિકરી છે. યુવતી નોકરી કરતી હોવાથી કામના લીધે અવારનવાર મિત્રના કોલ આવતાં,તેમના પતિ શંકા કરી મારપીટ કરે છે. અભયમ ટીમે યુવતીના પતિનું કાઉન્‍સેલિંગ કરતા જાણવા મળ્‍યું હતું કોઈનો પણ કોલ આવે તો હું ફોન માગું તો મને આપે નહિ જેથી મને શંકા જાય છે.
જેથી યુવતીને પણ સમજાવ્‍યું કે આપણે કોઈ ખોટુ કરતા નથી તો જેનો પણ કોલ હોઈ તો પતિને આપી દેવુ જેથી તમારી પર શંકા નહિ કરે. સાથે સાથે તેમના પતિને પણ સમજાવેલ કે, પત્‍નિ પર હાથ ઉપાડવો નહી. હાથ ઉપાડવો ગુનો છે અને તમારી એક દીકરી છે તો તેમના ભવિષ્‍યનું વિચાર કરી, સામાન્‍ય બાબતને લઇ છુટા પડવાનું વિચારવું નહી. જેથી પતિને પોતાની ભૂલ સમજાતા અભયમ ટીમે ગામના આગેવાનોને સાથે રાખી સમાધાન કરાવતાં પરિવાર તૂટતો બચાવ્‍યો હતો.

Related posts

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

Leave a Comment