(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.20
આપણી સાઉદવાડી વિસ્તારનો યુવાન વિજ્ઞેશ ચીમનલાલ ચાવડા જે અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજ્ઞેશે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કરી દ્વિતીય ક્રમ મેળવી પોતાના પરિવારનું આપરી વાડી વિસ્તાર કોળી સમાજના અને સાઉદવાડી ગ્રામ પંચાયતનું નામ રોશન કર્યું છે. જે બદલ મિત્ર વર્તુળ અને સગાસંબધીઓએ અભિનંદન પાઠવ્યા છે.
