Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત તા.11મી નવેમ્‍બરથી તા.13 નવેમ્‍બર, 2022 સુધી વલસાડ જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મત વિસ્‍તારોના દરેક તાલુકા મથકે 2506 જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટટ પ્રિસાઈડિંગ ઓફિસરોની પહેલી તાલીમ યોજાઈ હતી. જેમાં 178-ધરમપુરના 708, 179-વલસાડના 580, 180-પારડીના 368, 181-કપરાડાના 357 અને 182-ઉંમરગામના 493 પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઇડિંગ ઓફિસરોએ હાજર રહી તાલીમ મેળવી હતી. આ તાલીમમાં ટ્રેનર્સ દ્વારા કંટ્રોલ યુનિટ/બેલેટ યુનિટ અને સ્‍સ્‍ભ્‍ખ્‍વ્‍નું ડેમોસ્‍ટ્રેશન કરી માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી, તાલીમનું સુચારુરૂપે આયોજન થાય તેમજ વિશેષ માર્ગદર્શન મળી રહે માટે વલસાડ જિલ્લાનાં તાલીમનાં નોડલ ઓફિસરશ્રી પારૂલબેન પટેલ તેમજ ડીએલએમટી દમણીયા વિશેષરૂપમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment