Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: મને હંમેશા એવું લાગ્‍યું છે કે આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે, અને આપણે તેમને જે રીતે ઉછેરીશું તે દેશનું ભવિષ્‍ય નક્કી કરશે. – જવાહરલાલ નેહરુ.
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન નેહરુના કહેવા પ્રમાણે બાળકોને શ્રીમંત કેવી રીતે બનવું તેના કરતાં સારા માનવી કેવી રીતે બનવું તે શીખવવું જોઈએ. બાળકોમાં આજ સંસ્‍કારનું સિંચન કરવા માટે 14 મી નવેમ્‍બર પંડિત શ્રી જવાહરલાલ નહેરુની જન્‍મજયંતી નિમિત્તે શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા બાળ દિવસની ઉજવણી નિમિત્તે ભૂલકાઓને મોટાપોંઢા શ્રી સ્‍વામિનારાયણ ગાંધી આશ્રમની મુલાકાતે લઈ ગયા હતા. બાળકોમાં દયા ભાવ વિકસે પોતાની વસ્‍તુમાંથી બીજા બાળકને શેર કરવાથી કેવી આનંદની લાગણીઓ ઉદ્ભવે એની અનુભૂતિ કરી ભૂલકાઓએ ખુબજ આનંદ પ્રાપ્ત કર્યો હતો.
આશ્રમ શાળા દ્વારા શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળના બાળકોનું ખુબજ સહર્ષ સ્‍વાગત કર્યું હતું.
આ પ્રવૃત્તિ માટે બાળકોના માતાપિતાનેપણ ખુબ જ ધન્‍યવાદ આપવા ઘટે. શિક્ષકો દ્વારા માતાપિતાને જણાવતા જ તેઓ ઉત્‍સાહિત થયા હતા અને એમનાથી થતી મદદ પણ એમણે કરી હતી. શાળાના શિક્ષકોનું પણ ઘણું યોગદાન હતું. સારા કર્યોમાં હાથ ભેળવાઈ તો ચારે બાજુ સુગંધ ફેલાય. આશ્રમ શાળાના બાળકોને બાળદિવસની ઉજવણી નિમિત્તે શિક્ષકોએ પ્રાર્થના કરાવી, ડાન્‍સ કરાવ્‍યો, ગીતો ગવડાવ્‍યા, અભિનય ગીતો કરાવ્‍યા.
ત્‍યારબાદ વિદ્યાથીઓને સમોસા, કેક, બિસ્‍કીટ, ચોકલેટ, ફ્રૂટી, કલર, પેન્‍સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો વગેરેનું વિતરણ સ્‍વામીનારાયણ પ્રી સ્‍કૂલના બાળકો પાસે કરાવ્‍યું હતું. જેથી તેમનામાં સહકારની ભાવના વિકસે. આશ્રમ શાળા દ્વારા પણ ભૂલકાઓને પોંવાનો નાસ્‍તો કરાવવામાં આવ્‍યો હતો.
જેમાં શ્રી કપિલ સ્‍વામીજી, શ્રી રામ સ્‍વામીજી, બાબુભાઈએ પોતાની હાજરી આપી હતી. અને એમનું અમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું. પ્રી સ્‍કૂલના આચાર્યા શ્રીમતી નીતુ સિંહની ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય પ્રવાસ અને તેનો હેતુ સફળતા પૂર્વક પાર પડ્‍યો હતો.

Related posts

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

મોબાઈલની મોકાણઃ સગીર યુવતીએ કરી આત્‍મહત્‍યા : ખડકીમાં પિતાએ ‘મોબાઈલ કેમ બંધ છે?’ ના ઠપકાને લઈ 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈ કરી આત્‍મહત્‍યા

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

Leave a Comment