October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોન : સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર જતિન ગોયલે લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન‘ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તા. 26-03-2022ના રોજ શ્નશ્નલ્‍ખ્‍ળ્‍ ફબ્‍ વ્‍બ્‍ ઝય્‍શ્‍ઞ્‍લ્‍ઙ્ખઙ્ખની થીમ પર બીચ સાઇડ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મેરેથોન સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ જિલ્લાના કલેકટર ડો.તપસ્‍યા રાઘવના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
આ મેરેથોનમાં 700 લોકોએ ઓનલાઈન માધ્‍યમથી રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્‍ટ્રના પડોશી રાજ્‍યોના દોડવીરોએ પણ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. 1500 થી 2000 જેટલા દોડવીરોએ દોડીને આ મેરેથોનને સફળ બનાવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સમાજ કલ્‍યાણ વિભાગના ડાયરેક્‍ટર શ્રી જતીન ગોયલે ઉપસ્‍થિત તમામ નાગરિકોને નશા મુક્‍ત ભારતના શપથ લેવડાવ્‍યા હતા અને દોડવીરોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ મેરેથોનનું ‘ફલેગ ઓફ’ સમાજકલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર શ્રી જતીન ગોયલ દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અનેક પ્રશાસનિક અધિકારીઓ સામેલ સૌને પ્રોત્‍સાહિત કર્યા હતા. મેરેથોનના અંતે, વિવિધ વય જૂથોના ભાગ લેનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્‍યા હતા.
સમાજ કલ્‍યાણ વિભાગ/મહિલા બાળ વિકાસ સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ મેરેથોનમાં ઉપસ્‍થિત તમામ દોડવીરોનો ઉત્‍સાહ વધારતા કહ્યું હતું કે, દેશ અને આપણા પ્રદેશને નશામુક્‍ત બનાવીને મા ભારતીની સેવા કરીએ. પોતાના પરિવાર, પોતાનો વિસ્‍તાર અને આપણા પ્રદશે, ગામ અને કાર્યસ્‍થળને નશામુક્‍ત રાખીએ. ગામ અને પોતાના શહેરોમાં નશામુક્‍ત ભારત અભિયાનનો પ્રચાર કરીએ. અંતમાં તેમણે જણાવ્‍યું હતું કે આપણા દેશ અને પ્રદેશને નશામુક્‍ત બનાવવા માટે આપણે આપણી ક્ષમતા અનુસાર સંભવ પ્રયાસ કરવો જોઈએ.
અત્રે નોંધનીય છે કે, બાળ અધિકારી આયોગ અને નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો, નવી દિલ્‍હી દ્વારા નશા મુક્‍ત ભારત અભિયાનમાં શ્રેષ્‍ઠ કામગીરી માટે દેશના 272 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓને પુરષ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. જેમાં દમણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે દમણજિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સ્‍મૃતિ ચિホ અને પ્રશસ્‍તિપત્ર આપી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.
——

Related posts

પાંચ દિવસની દોસ્‍તીમાં શિયળ ગુમાવતી પારડીના એક ગામની સગીરા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

Leave a Comment