Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: સમગ્ર ભારતમાં 14મી નવેમ્‍બરના રોજ પંડિત જવાહરલાલ નહેરુનાં જન્‍મ દિન નિમિત્તે ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ જ બાબતને ધ્‍યાનમાં રાખી વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘આનંદ મેળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ ‘બાળ દિન’ નિમિત્તે મુક્‍ત મને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો.
આનંદ મેળામાં વિવિધ ખાણી-પીણીની સ્‍ટોલ તેમજ રમત-ગમતની સ્‍ટોલ લગાવવામાં આવી હતી. જેમ કે, નુડલ્‍સ, ભાજીપાવ, ઈડલી, મેદુવડા, કોર્નચાટ, ચાઈનીસ સમોસા, ફ્રાઈડરાઈસ, ખમણ, રગડા, પાણીપુરી જેવી વિવિધ ફૂડ સ્‍ટોલ તેમજ રમત-ગમત માટે ટાયર રેસ, ક્રિકેટ, ફૂટબોલ, બોલરેસ, હોપસ્‍કોચ, રીંગ સાથે અવરોધો, માંગ પર ગીત, થ્રો એન્‍ડ વીમ, અને ટેટૂ બૂથ સ્‍ટોલ લગાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આનંદ મેળામાં મ્‍યુઝિક અને ડાન્‍સ સાથે ભરપૂર આનંદ માણ્‍યો હતો. શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયે વિદ્યાર્થીઓને ‘બાળદિન’ની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાનાઆચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના નેજા હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

Leave a Comment