October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

આરોપી રોશન અજીજ સૈયદ ઉ.વ.23 પોલીસ નાસિકથી ઊંચકી લાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી બલીઠા વિસ્‍તારમાંથી એક સગીરા ગુમ થયાની નોંધાયેલી ફરિયાદ બાદ પરિવારે અપહરણ થયાનું જણાવતા પોલીસે ચાંપતી તપાસ હાથ ધરી હતી. આરોપી વિધર્મી યુવકને પોલીસે નાસિકથી ઝડપી પાડયો હતો.
વાપી બલીઠા વિસ્‍તારમાં ગત તા.04 જુલાઈના રોડ એક 15 વર્ષિય સગીરા ઘરેથી ગુમ થઈ જતા પરિવારે અજાણ્‍યા વિરૂધ્‍ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલા તે દરમિયાન તા.23જુલાઈના રોજ આરોપી રોશન અજીજ સૈયદ રહે.મહાકાલી મંદિર પાસે, નાસિક મહારાષ્‍ટ્રથી સગીરા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. બન્નેને પોલીસ વાપી લઈ આવી હતી. સગીરાનું મેડિકલ તપાસ કરાવી તેના વાલીઓને સોંપાઈ હતી. બીજી તરફ વિધર્મી આરોપીએ સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યાનું બહાર આવતા અપહરણ અને પોસ્‍કો તથા દુષ્‍કર્મનો ગુનો નોંધાયો છે.

Related posts

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

Leave a Comment