Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

કાળઝાળ ગરમી અને વરસાદને લઈ ઝેરી-બિનઝેરી
સાપ વધુ બહાર નિકળતા હોય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લો લીલોતરી અને ઝાડી-વાડીઓથી અચ્‍છાદિત પ્રદેશ હોવાથી અવાર નવાર રહેણાંક વિસ્‍તારોમાં સાપમળી આવે છે. છેલ્લા બે મહિનાથી વાપી વિસ્‍તારમાં 200 ઉપરાંત ઝેરી સાપ મળી આવતા રેસ્‍ક્‍યૂ કરવામાં આવ્‍યા હતા.
વાપી ઈમરજન્‍સી રેસ્‍ક્‍યૂ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્‍ટના મુકેશભાઈ ઉપાધ્‍યાય અને સંજય પવારના જણાવ્‍યા મુજબ એપ્રિલ અને જૂન મહિનામાં અમને વિવિધ રહેણાંક વિસ્‍તારોમાંથી અમને સાપ રેસ્‍ક્‍યૂ કરવાના પુષ્‍કળ ફોન આવતા હતા. અમે વિના વિલંબે રહેઠાણ એરિયાના ઘરમાં ઘૂસી ગયેલા 200 ઉપરાંત સાપોનું રેસ્‍ક્‍યૂ કર્યું છે. રેસ્‍ક્‍યૂ કરાયેલા સાપ કેટલાક ઝેરી અને બિનઝેરી હોય છે. ઉનાળાથી સખત ગરમી અને ચોમાસામાં દરોમાં પાણી ભરાઈ જવાના કારણે સાપ બહાર નિકળતા હોય છે. જંગલ ઝાડીમાં વાડી જેવા વિસ્‍તારમાં પણ સાપ વધુ રહેતા હોય છે. છેક દમણ, ઉમરગામ સુધીના વિસ્‍તારોમાં સાપ પકડવા માટેના ઈમરજન્‍સી કોલ રેસ્‍ક્‍યૂ ફોર્સ ચેરીટેબલને અવાર નવાર મળતા રહે છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

Leave a Comment