January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત છે. લક્ષદ્વીપના વિકાસને નવી દિશા આપવામાટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આગ્રહી હોવાના કારણે તેઓ સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ તેના નિરીક્ષણ બાદ જરૂરી સુધારા-વધારા પણ કરી રહ્યા છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2022ના જાન્‍યુઆરીના પહેલા સપ્તાહમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ પોતાની મુલાકાતનો દોર જાળવી રાખી લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલા લક્ષ્યના દર્શન થાય છે.

Related posts

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

Leave a Comment