January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

ઈએવીએ શેલ્‍બી હોસ્‍પિટલની પણ લીધેલી ટેકનિકલ મુલાકાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગઈ તા.12 નવેમ્‍બર 2022ના રોજ એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આયોજીત એવન કન્‍સલ્‍ટન્‍ટ્‍સ સંગીતમય અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઈએવીના સભ્‍યો તથા તેમના પરિવારે મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. આ અંતાક્ષરીમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા અજીત જૈન અને ટીમ, દ્વિતીય વિજેતા કમલેશ લાડ અને ટીમ અને તૃતિય વિજેતા મિતેશ મહેતા અને ટીમ વિજેતા થયા હતા. આ અંતાક્ષરી રમાડવા માટે શ્રી પિનાકીનભાઈ શાહને અંકલેશ્વરથી બોલાવવામાં આવ્‍યા હતા અને શ્રી મુકેશકુમારની ઓર્કેસ્‍ટ્રાને ભરૂચથી ખાસ બોલાવવામાં આવી હતી. ઈએવીએના પ્રમુખ પાર્થિવ મહેતા શરૂઆતચમાં સ્‍વાગત પ્રવચન કર્યું હતું અને આભારવિધિ પ્રોજેક્‍ટ ચેરમેન વિવેક મડિયાએ કરી હતી.
આ પ્રસંગે ઈએવીના ટ્રસ્‍ટી અશોકભાઈ શાહ, સી.ડી. મહેતા અને જે.આર. શાહ, પૂર્વ પ્રમુખ જયેશ ઘાટલિયા, ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, સહખજાનચી સંતોષ કુમાર, કમિટિસભ્‍યો પંકજ દામા, મિતેશ શ્રોફ, ધર્મેશ કાપડિયા, જયદિપ દલસાણીયા, સુધીર ચૌધરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત ગત 19મી ઓક્‍ટોબરના રોજ એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીએ શેલ્‍બી હોસ્‍પિટલની ટેકનિકલ મુલાકાત લીધી હતી અને ડો.પરાગ ટેલેકર અને ડો.પૃથ્‍વીરાજ ચૌહાણ દ્વારા આરોગ્‍યમય જીવન વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ડો.દિપેન શાહ અને એમ.પી. વર્માએ કર્યું હતું. આ પ્રસંગે ઈએવીના સભ્‍યો સહિત હોસ્‍પિટલનો સ્‍ટાફ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment