Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ડો.કે.સી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વિસ્‍તારમાં વસતાબ્રહ્મ સમાજના પરિવારોનો સ્‍નેહમિલન સમારોહ સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં રવિવારના રોજ યોજાયો હતો. જેમાં બ્રહ્મ સમાજ સંગઠનના હોદ્દેદારો, કમિટી મેમ્‍બર, સહિત પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રતિ વર્ષે બ્રહ્મ સમાજ વાપી વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહનું આયોજન કરે છે. આ વર્ષ સલવાવ ગુરુકુળમાં સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં વિશેષ અતિથિઓ તરીકે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. સમાજ તરફથી વાપીના સેવાભાવિ કાર્યકર વાપી સોશ્‍યિલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી કિરણ રાવલનું બ્રહ્મ સમાજ તરફથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિઃસ્‍વાર્થ સમાજ સેવી કામગીરી બજાવી રહ્યા છે. સન્‍માન બદલ શ્રી રાવલે સંસ્‍થાનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમનો પ્રારંભ સમાજના બાળકોના સ્‍વાગત ગીતથી કરવામાં આવ્‍યો હતો. સમારોહમાં સાજના વિકાસ અને સંગઠનની રૂપરેખા ઉપર સંવાદ કરવામાં આવ્‍યો હતો. પૂર્વ વી.આઈ.એ. પ્રમુખ અશોકભાઈ શુકલા તથા ઉદ્યોગપતિ મહેશભાઈ ભટ્ટ જેવા સમાજના અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

Leave a Comment