September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

સરપંચ પ્રિતીબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષભાઈ પટેલે ગ્રામજનોને સુકા અને ભીના કચરાના વિવરણથી માહિતગાર કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
દમણના મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત સ્‍થિત માહ્યાવંશી ફળિયામાં સરપંચ શ્રીમતી પ્રિતીબેન ધનસુખભાઈ હળપતિ અને ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલના નેતૃત્‍વમાં આમ જનતા માટે એક દિવસીય ચૌપાલનું આયોજન તા.31/12/2021ના રોજ કરવામાં આવ્‍યું હતું.
જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગઅને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021 જે 26મી જાન્‍યુઆરી 2022થી કેન્‍દ્રશાસિત પ્રદેશમા લાગુ કરવામા આવશે.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન થતા કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ,નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ,પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ,ખતરનાક ઉપવિષ્ટ,બાયો મેડીકલ વેસ્‍ટ,કન્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી.
પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. આ સાથે સૂચનાત્‍મક પેમ્‍ફલેટનું પણ વિતરણ કરવામા આવ્‍યું હતું. જેમાં બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી.

Related posts

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને દમણ ન.પા. અને જિ.પં.ના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને સમસ્‍યાની મેળવેલી જાણકારી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી એફસી સતત ત્રીજી વખત સ્‍કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્‍પર્ધાની વિજેતા બની

vartmanpravah

Leave a Comment