April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ નજીકના ગામમાંથી પિતા વારંવાર ‘ઘરમાંથી નીકળી જા’ તથા ‘મરી જા’ કહી ઠપકો આપતા મીના પટેલ(નામ બદલ્‍યું છે) નામની અપરિણિત યુવતીએ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન વલસાડને ફોન કરતા અભયમની ટીમતુરંત એમની મદદ માટે પહોચી હતી. અભયમની ટીમે પિતાને સમજાવીને બંને વચ્‍ચે સમાધાન કરાવ્‍યું હતું.
અભયમ ટીમના જણાવ્‍યા અનુસાર મીના પટેલ(નામ બદ્‌લ્‍યું છે) અપરિણીત છે અને એમના પિતા જે નિવૃત સરકારી કર્મચારી છે અને હાલ ખેતીના વ્‍યવસાય સાથે જોડાયેલા છે એમની સાથે રહે છે. તેમના પિતા જીવનની ભાગદોડ અને વધુ પડતા કામના ભારણને કારણે નાની-નાની બાબતોમાં ચીડવાય જાય છે. જેથી પિતા-પુત્રી વચ્‍ચે અવાર-નવાર કામની તથા અન્‍ય નાની મોટી બાબતે ઝગડાઓ થતા હતા. તેમના પિતા વારંવાર મીનાને ‘ઘરમાંથી નીકળી જા’, ‘તું કંઈ કામની નથી’ અને ‘મરી જા’, એમ કહી ઠપકો આપતા હતા. તેથી આ ઝગડાઓથી કંટાળી છેવટે મીનાએ 181 અભયમની મદદ લીધી હતી. 181ની ટીમે બંને પક્ષો ને સમજાવી મામલો થાળે પાડ્‍યો હતો. પિતાને સમજાવ્‍યું હતું કે, પુખ્‍ત વયના બાળકો પ્રત્‍યે અપશબ્‍દો કે કડક વલણ દાખવી આપવાથી એમનું વર્તન બદલી શકાતું નથી. સમજાવટ બાદ પિતાએ પોતે અપશબ્‍દો કે કડક વલણ નહી દાખવે તેની ખાત્રી આપતા પિતા પુત્રીમાં સુખદ સમાધાન થયું હતું.

Related posts

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment