(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,તા.07
પારડી સ્થિત એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખૂબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓમાં રસ રુચિ નિર્માણ કરે તે રીતે વાસ્તવિકતા સાથે પરિચય કરાવતું જ્ઞાન આપવામાં આગ્રેસર છે. જેના ઉદાહરણ રૂપે આજરોજ કોલેજના બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્સપેરિમેન્ટલ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિયા સ્થિત નવસારી એગ્રીકલચર યુનિવર્સિટી સંચાલિત આ સેન્ટર માં કાજુની ખેતી અને કેરીના વિવધ પાકોની ખેતીના અલગ અલગ એક્સપરિમેન્ટ પાર તજજ્ઞો દ્વારા પ્રેક્ટિકલ સમજૂતી આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડો. હર્ષાવતિ પટેલના માર્ગદર્શન હેઠળ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. એગ્રીકલચર યુનિવર્સીટીના હેડ ડો. સાગર પાટીલ દ્વારા સંપૂર્ણ માહિતી પુરીપાડવામાં આવી હતી.
Previous post