October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તકનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા દીકરીઓને ધ્‍યાનમાં લઈ જાણીતા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરના વક્‍તવ્‍યનું વિદ્યાલક્ષ્મી કન્‍યા છાત્રાલય, કાંજણ રણછોડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંસ્‍થામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારની ઘરપરિવારથી દૂર રહી અભ્‍યાસ કરતી લગભગ 60 જેટલી દીકરીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. વક્‍તવ્‍યમાં ડૉ. યોગિની રોલેકરે માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્‍યાઓ તથા ‘ગુડ ટચ તેમજ બેડ ટચ’ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી. તેમને હાઈજેનિક બાબતોનો સાચો ખ્‍યાલ આપવામાં આવ્‍યો હતો. વક્‍તવ્‍યના અંતે પ્રશ્નોત્તરી દ્વારા દીકરીઓને નાનીમોટી સમસ્‍યાઓ, માન્‍યતાઓનું નિરાકરણ થયું સાથે મેડિકલ સાયન્‍સની સાચી સમજ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમમાં દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તક વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ વલસાડ જા. તસનીમ કાપડીઆ દ્વારા 90 કિલો જેટલાં ઘઉં આપવામાં આવ્‍યાં હતા.
છાત્રાલય સંસ્‍થાના સંચાલકશ્રી અજીતભાઈ પટેલ તથા જાયન્‍ટ્‍સ ગ્રુપના પ્રમુખ ડો. આશા ગોહિલ દ્વારા આયોજિત વક્‍તવ્‍યમાં જા. હાર્દિક પટેલ, જા.જગદીશ આહીર, જા. અર્ચના ચૌહાણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

Leave a Comment