Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના હરીઓમ વડાપાઉંની લારી સામે જાહેર રોડ ઉપર એસીબીએ રૂા.30,000ની લાંચ લેતા નવસારી જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીના સર્વેયરને રંગેહાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જમીન માપણી સીટ આપવાની લાંચ માંગી હોવાની ફરિયાદ મળતા એસીબીએએ કાર્યવાહી કરી હતી.
ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દ ગામે બ્‍લોક સર્વે નં.939વાળી જમીન આવેલી છે. જે જમીનની માપણી કરવા ફરીયાદીએ ઓનલાઈન અરજી કરી હતી. જેની માપણીની કાર્યવાહી કરી માપણી શીટ આપવાના અવેજ પેટે આરોપી સર્વેયરે ફરીયાદી પાસે રૂા.35,000/-ની લાંચની માંગણી કરી હતી. જેની પતાવટના અંતે રૂા. 30,000/- નક્કી થયા હતા. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતાં ન હોય જેથી સુરત શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદના આધારે તા.15/11/2022ના રોજ એસીબીએ લાંચનુછટકુ ગોઠવતા ફરીયાદી પાસેથી પંચ સાહેદની હાજરીમાં આરોપી સર્વેયર વર્ગ-3 વિલીસભાઇ વિક્રમભાઈ પટેલ લાંચની રકમ રૂા.30,000/- સ્‍વીકારતા સ્‍થળ પર પકડાય ગયા હતા. વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ આરોપીને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment