Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપી હોટલ આનંદ ઈન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં મુખ્‍ય અતિથિ તરીકે બિહાર (દિધા)ના ધારાસભ્‍ય અને ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના સહપ્રભારી શ્રી સંજીવ ચૌરસીયા અને અતિથિ તરીકે વેલસ્‍પન ઈન્‍ડિયા લિમિટેડના ડિરેક્‍ટર શ્રી સંજય કાંગો, અરવિંદ સિંહ હિન્‍દી ભાષાના મહામંત્રી, હરિયા હોસ્‍પિટલના ડો. એસ.એસ. સિંહ, વલસાડ જિલ્લા ભાજપ નેતા મુકેશસિંહ ઠાકુર અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના તમામ હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પ, શાલ અને મોમેન્‍ટો આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલ શ્રી સંજીવ ચૌરસિયાએ જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દરેક દુઃખ અને સુખમાં સમાજની સાથે રહે છે. એટલા માટે અમે તમારી વચ્‍ચે આવ્‍યા છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈમોદી સમગ્ર દેશમાં કરેલા કાર્યો વિશે જણાવ્‍યું હતું. બિહાર વેલ્‍ફેર એસોસિએશનના પ્રમુખ બિપુલ સિંહે જણાવ્‍યું કે શ્રી કનુભાઈ દેસાઈ હંમેશા આપણા ઉત્તર ભારતીય સમાજ માટે કોઈપણ કાર્ય માટે ઉભા છે અને હંમેશા અમારી સાથે છે. તેમનું સારું કામ જોઈને આપણે ઉત્તર ભારતીય સમાજ તેમની સાથે છીએ. અમારી સંસ્‍થાના ચેરમેન ડૉ.કે.પી.સિન્‍હા ઉપસ્‍થિત રહ્યા હતા. બિહાર વેલ્‍ફેર એસોસિએશનના સેક્રેટરી પ્રમોદ સિંહ, ઉપપ્રમુખ એન.કે.સિંઘ, મહિલા મોરચાના પ્રમુખ સુનિતા તિવારી, કાનૂની સલાહકાર શ્રી રવિન્‍દ્ર નાથ પાંડે, સહ-સચિવ શિવકાંત ઝા અને પ્રવક્‍તા અઝહરભાઈ, જી.એન. ઝા, કોષાધ્‍યક્ષ અભયસિંહ, સુનિલ સિંહ, સંગઠન મહામંત્રી સુધીર સિંહ, સંગઠન સહ મંત્રી સુબોધસિંહ અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના તમામ સભ્‍યો હાજર રહ્યા હતા અને જણાવ્‍યું હતું કે, બિહાર વેલ્‍ફેર એસોસિએશન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહેશે.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

Leave a Comment