Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.17: ગુજરાત વિધાનસભાની સામાન્‍યચુંટણીની જાહેરાત થઇ ગઇ છે. ઉમેદવારીપત્રો ભરાઇ ગયા છે ત્‍યારે નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્‍યક્ષતામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી અંતર્ગત ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઉન્‍ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છે અને 12 જેટલા કર્મચારીઓ સતત ન્‍યુઝ ચેનલો ઉપર આવી રહેલા સમાચારો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ના થાય તે સુનિશ્વિત કરવા તેમજ પેઇડ ન્‍યુઝ પર ચાંપતી નજર રાખવા માટે મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શનમાં રાઉન્‍ડ ધ ક્‍લોક કામગીરી કરી રહી છે.
ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચુંટણી2022 અન્‍વયે ભારતીય ચુંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજયના તમામ જિલ્લામાં માધ્‍યમ પ્રમાણી કરવા અને દેખરેખ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી છે.રાજયમાં આચારસંહિતા લાગુ થતાં જ જિલ્લામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટીએ કામગીરી શરૂ કરી દીધી હતી અને જિલ્લા સેવા સદન ખાતે મીડિયા મોનીટરીંગ રૂમ કાર્યરત કરાયો છે.
ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા કરાતા ચુંટણી ખર્ચનાનિયંત્રણ માટે ચુંટણી પંચની માર્ગદર્શક સુચનાઓ અનુસાર જિલ્લામાં મીડિયા સર્ટીફિકેશન અનેમોનીટરીંગ કમિટીની રચના કરાઇ છે. જેના અધ્‍યક્ષ તરીકે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, સભ્‍ય તરીકે પ્રાંત અધિકારીશ્રી રાજેશ આર. બોરડ, સભ્‍યસચિવ તરીકે સહાયક માહિતી નિયામક શ્રી યજ્ઞેશ ગોસાઇ સહિત કુલ પાંચ સભ્‍યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઇડ ન્‍યુઝ, જાહેરાતો જેવી બાબતો ઉપર કમિટી સતત ધ્‍યાન રાખી તેનુ નિરીક્ષણનિયંત્રણ સહિતની કામગીરી કરી રહી છે.
કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઇલેક્‍ટ્રોનિક માધ્‍યમોમાં પ્રચારપ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો સંસ્‍થા, ટેકેદારો તરફથી પ્રિન્‍ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેના ખર્ચ ઉમેદવારના ચુંટણી ખર્ચમાં ઉમેરવા અંગે (પેઇડ ન્‍યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં જાહેરાતોનું પ્રમાણિકરણ અને પેઇડ ન્‍યુઝ સંબંધિત ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

Leave a Comment