September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.17: આગામી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવામાટે પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સિસ્‍ટમેટિક વોટર્સ એજયુકેશન એન્‍ડ ઇલેક્‍ટોરલ પાર્ટીશિપેશન (લ્‍સ્‍ચ્‍ભ્‍ભ્‍)પ્રોગ્રામ અંતર્ગત દરેક વિધાનસભા મત વિસ્‍તારોમાં સિગ્નેચર ડ્રાઈવ કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત નવસારી જિલ્લાની શાળાઓ દ્વારા સિગ્નેચર ડ્રાઈવ પહલ કરવામાં આવી છે. જેમાં મતદારોને તા.1 લી ડીસેમ્‍બરના રોજ થનાર મતદાન પ્રત્‍યે જાગૃત કરી ‘હું મતદાન કરીશ’ની શપથ લેવાડવામાં આવે છે સાથે મતદારોની શુભેચ્‍છાઓ સાઈન કરવામાં આવે છે. અત્‍યાર સુધી સિગ્નેચર ડ્રાઈવમાં નવસારીની 65 થી વધુ સ્‍કુલનાં વિધાર્થીઓ ભાગ લઇને મોટી સંખ્‍યામાં મતદારોને જાગૃત કરવામાં આવ્‍યા છે .

Related posts

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

Leave a Comment