January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.22
ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની છેતરપીંડી કરવાના બનાવમાં પોલીસે ચીખલીના તેજરાજ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તાલુકામાં દિવસે દિવસે છેતરપીંડીના ગુનામાં વધારો જોવા મળી રહ્યો છે.ત્‍યારે છેલ્લા એક મહિનામાં જમીનને લગતા તેમજ એક્‍સપ્રેસ-વેમાં કરોડો રૂપિયાની છેતરપીંડીની ફરિયાદો ચીખલીપોલીસ મથકે નોંધાવા પામી છે. ત્‍યારે તાલુકામાં વધુ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં વિદેશ મોકલવાની તેમજ નોકરી અપાવવાની લાલચ આપી દક્ષિણ ગુજરાતના 15-જેટલા લોકો પાસથી રૂા.45.90 લાખની છેતરપીંડી કરવાના બનાવમાં સુરતના જગદીશ સેનવાની ફરિયાદના આધારે પોલીસે તેજરાજ પટેલની ધરપકડ કરી તપાસ હાથ ધરી તપાસ હાથ ધરી હતી.
બનાવની પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખૂંધ ગામે અંબાજી મહોલ્લામાં રહેતા તેજરાજ પીનાકિન પટેલ ભેજાબાજ યુવાને વિદેશમાં મોકલવાની અને નોકરી અપાવવાનું તેમજ પાસપોર્ટ વિઝાનું કામ કરતો હોય જેમની સાથે મુલાકાત સુરતમાં પાસપોર્ટ-વિઝાનું કામ કરતા જગદીશ ચંદુભાઈ સેનવા (રહે.156/6/જી-2 પંકજ નગર સોસાયટી પાલનપુર જકાતનાકા અડાજણ તા.જી.સુરત) સાથે મિત્ર કમલેશભાઈ કણાવીયા (રહે.સુરત)એ ચીખલી એપીએમસી માર્કેટ પાસે આવેલ તેજરાજ પટેલની ઓફિસની મુલાકાત કરી કેટલાક શખ્‍સો જેઓ વિદેશ જવા ઇચ્‍છુક હતા. જેમાં પાંચ જેટલા શખ્‍સો સાથે તા.11/01/2021 ના રોજ તેજરાજ પટેલની સાથે ચીખલી ખાતે આવેલ ઓફિસમાં મુલાકાત કરાવી હતી.જેમાં (1) ખલાસી સુજીતકુમાર બચુભાઇ (2) દવે આનંદ ચંપકલાલ (3) દવે અમિત ચંપકલાલ (4) બડગુજર જગદીશ રતિલાલ (5)પટેલ હેમંતકુમાર શાંતિલાલ નાઓને તેજરાજ પટેલે જણાવેલ કે યુરોપમાં ચેક રિપબ્‍લિક કન્‍ટ્રીમાં સ્‍કોડા કંપનીમાં જોબ અપાવવા તેમજ માસિક 1100 યુરો ડોલર 8-કલાકના તથા ઓવર ટાઇમના અલગથી પગાર મળશે તેવું નોટરીવાળુ લખાણ આપી વિશ્વાસ અપાવી વ્‍યક્‍તિદીઠ રૂા.2,29,000/- નો ચેક તેજરાજ પટેલને આપ્‍યા બાદ બાકીના રૂા.72,000/- ગૂગલ પેથી જમા કરાવ્‍યા હતા.
ત્‍યારે બાદ પાંચ જેટલા વ્‍યક્‍તિઓના વિઝા ખામી યુક્‍ત દસ્‍તાવેજો રજૂ કરવામાં આવતા ઉપરોક્‍ત પાંચેય શખ્‍સોએ યુક્રેનથી પરત ફરવું પડ્‍યું હતું.બાદ પરત ફરેલા પાંચેય શખ્‍સોએ તેજરાજ પટેલ પાસેથી તેમના નાણાં પરત માંગતા તેજરાજના પિતા પીનાકિન પટેલે ઉપરોક્‍ત પાંચેય શખ્‍સોને ચીખલી બોલાવી આઇસીસીઆઈ બેંકના ચેકો આપવામાં આવેલ હતા અને આ ચેકો તા.25/11/2021 સુધીમાં એકાઉન્‍ટમાં નાંખી રૂપિયા ઉપાડી લેવાની લેખિત ખાત્રી તેજરાજ અને તેના પિતા પીનાકિન ગમનલાલ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
પરંતુ ખાતામાં બેલેન્‍સ ન હોય જેથી ચેકો બાઉન્‍સ થતા પાંચ જેટલા શખ્‍સોને આજદિન સુધી નાણાં ન મળતા છેવટે આ બાબતની ફરિયાદ ચીખલી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા ચીખલી પોલીસે તેજરાજ પીનાકિન પટેલની ધરપકડ કરી વધુ તપાસ ચીખલી પોલીસ સ્‍ટેશનનાપીએસઆઇ-ડી.આર.પઢેરિયા કરી રહ્યા છે.

છેતરપીંડીનો ભોગ બનનાર શખ્‍સોના નામ (1) ખલાસી સુજીતકુમાર બચુભાઈ, (2) દવે આનંદ ચંપકલાલ, (3) દવે અમિત ચંપકલાલ,(4) બડગુજર જગદીશ રતિલાલ,(5) પટેલ હેમંતકુમાર શાંતિલાલ, જેઓ વ્‍યક્‍તિદીઠ રૂા.2,29,000/- તેમજ (6) વિકાસ ભગુ બલસારા (રહે.બામણવેલ પહાડ ફળીયા તા.ચીખલી જી.નવસારી) ના રૂા.2,70,000/-, નિલેશ ચંપકલાલ રાણા (રહે.સમરોલી તા.ચીખલી) ના રૂા.4,00,000/-,ધીરેન હસમુખ દવે તેમજ તેમના મિત્ર ઓમપ્રકાશ બાબુભાઇ જોગી (બન્ને રહે.વલસાડ તાલુકો-જિલ્લો વલસાડ) ના રૂા.1,26,000/-, સલમાન યુનુસ ખરાદી (રહે.ઉન-સચિન સુરત) ના રૂા.2,60,000/-,સુમેર બહાદુર સુરેન્‍દ્ર ચૌધરી (રહે.મહાદેવ નગર ખડસુપા તા.જી.નવસારી) ના 7.50 લાખ,ભાવિન હરસદ ટેલર તેમજ ખુશ્‍બુ ભાવિન ટેલર (બંને રહે.પારડી સરપોર સડક ફળિયું તા.જી.નવસારી) ના રૂા.14.61 લાખ,તેમજ સચિન રમેશ ભાટિયા (રહે.ભિલોડા અર્બુદા નગર સોસાયટી તા.ભિલોડા જી.અરવલ્લી) ના રૂા.1.78 લાખ મળી કુલ્લે રૂા.45,90,200/- ની વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનવામાં પોલીસ આરોઇ તેજરાજ પટેલની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

Leave a Comment