January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી જીઆઈડીસી ફોર્ટી શેડ વિસ્‍તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે શનિવારે બપોરે અચાનક ભિષણ આગ લાગતા સમગ્ર વિસ્‍તારમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી જીઆઈડીસીના ફોર્ટી શેડ વિસ્‍તારમાં કાર્યરત જલારામ કેમિકલ નામની કંપનીમાં શનિવારે બપોરે ભિષણ આગ લાગી હતી. ઈન્‍ક બનાવતી આ કંપનીની પ્રોસેસમાં વપરાતી રેક્‍સીન ટ્રીટમેન્‍ટ નામના કેમિકલે અચાનક આગ પકડી લીધી હતી. આગ જોત જોતામાં વધુ પ્રસરી ગઈ હતી. ફરજ ઉપરના કામદારો સલામતઅંતરે દોડી બહાર નિકળી ગયા હતા. તેથી ઘટનામાં અન્‍ય કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતો. આગની જાણ વાપી નોટિફાઈડ અને પાલિકા ફાયર બ્રિગેડને કરાતા 8 જેટલી ફાયર ગાડી ઘટના સ્‍થળે ધસી આવી હતી. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગની ઘટના બાદ આજુબાજુની કંપનીઓમાં સતર્કતા સાથે દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આગ કંપની કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરેલા 3 થી 4 વાહનો પણ આગમાં ખાખ થઈ જવા પામ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

જીએનએલયુ- સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સેલવાસના પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment