October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
દાદરા નગર હવેલીના ગલોન્‍ડા અને કૌચા પંચાયતમાં સભ્‍યની સીટ ખાલી હોવાને કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી. ગલોન્‍ડા પંચાયતમાં વોર્ડ નંબર 3માં ટોટલ 659 મતદારોમાંથી 595 લોકોએ મતદાન કર્યું હતું. 1 વોટ નોટામાં પડયો હતો.
અહીં ભારતીય જનતા પાર્ટીના અને શિવસેનાના ઉમેદવારો ઉભા હતા. જેમાં શિવસેનાના ઉમેદવાર વિજય કિનરીએ 177 મતની લીડથી જીત મેળવી હતી.
કૌંચા પંચાયતમાં વોર્ડ નંબર 6માં કુલ 590 મતદારોમાંથી 527 લોકોએ મતદાન કર્યું હતું અને અહીં નોટામાં 9 વોટ પડયા હતા.
કૌંચા પંચાયતમાં વોર્ડ નં.6માં પાર્ટી ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને લોકજન શક્‍તિ પાર્ટીના 3 ઉમેદવારો ઉભા હતા. સોમવારના રોજ સેલવાસ સચિવાલય હોલ ખાતે મત ગણતરી બાદ કૌંચા પંચાયતના વોર્ડ નંબર 6ના શિવસેનાના ઉમેદવાર શ્રી રઘુભાઈ દોડે 82 મતની લીડથી વિજય મેળવ્‍યો હતો. વિજેતા બનેલ બન્ને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરને મળવા પહોચ્‍યા હતા.
પંચાયત સભ્‍યની ચૂંટણીનાપરિણામ બાદ શિવસેનાના પદાધિકારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Related posts

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

Leave a Comment