June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની એક ઝલક પામવા અને તેમને નિહાળી પ્રદેશમાં થયેલા વિકાસના કામોને બિરદાવી આશીર્વાદ આપવા દમણ એરપોર્ટથી ડાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉપસ્‍થિત રહેલી હજારોની જનમેદની

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો ઝડપભેર હંકારી જતાં ઉપસ્‍થિત જનમેદની થોડી નિરાશ પણ થઈ હતી પરંતુ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ – જૂજવાની ચૂંટણી સભામાં બે થી ત્રણ વખત દમણનું નામ લેતાં પુરી થયેલી કસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દમણમાં આપણાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સાંજે લગભગ 7:30 વાગ્‍યે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર આગમન થયું હતું. જ્‍યાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા તેમનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
ત્‍યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો દમણ એરપોર્ટથી વાપી તરફ જવા રવાના થયો હતો. તે સમયે દમણ એરપોર્ટથી મશાલ ચોક, બસ ડેપો, ખારીવાડ, વડચોકી, કલારિયા, સોમનાથ, દાભેલ થઈ દમણ-વાપી ચેકપોસ્‍ટ સુધી ઠેર ઠેર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈમોદીની એક ઝલક પામવા અને તેમને નિહાળી તેમના દ્વારા પ્રદેશમાં થયેલા વિકાસકામોને બિરદાવવા લોકોની લાંબી લાંબી કતાર બંને બાજુ લાગી હતી. લોકો પોતાના હાથમાં ફૂલ લઈ રસ્‍તામાં ફૂલોની પાંખડીઓ પ્રધાનમંત્રીશ્રીના કાફલાની તરફ ઉડાવી તેમનું અભિવાદન કરતા પણ નજરે પડયા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ દમણમાં આયોજીત રોડ શોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે દમણની મુલાકાતે આવવાના છે ત્‍યારે આનાથી પણ વધુ ઉત્‍સાહભેર અભિવાદન કરવા લોકોનો જુસ્‍સો દેખાતો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો ઝડપભેર હંકારી જતાં ઉપસ્‍થિત જનમેદની થોડી નિરાશ પણ થઈ હતી. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની વલસાડ જૂજવા ખાતેની ચૂંટણી પ્રચાર સભામાં બે થી ત્રણ વખત દમણનું નામ લઈ કસર પૂરી કરી નાંખી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ-જૂજવાની સભામાં દમણ હોય, વાપી હોય જે રોડ શો જોયો તેમાં જે ઉમંગ અને ઉત્‍સાહ હતો, જે એનર્જી હતી જે સરકાર ઉપર ભરોસોની સાક્ષી પુરાવનારી મારી દમણથી વલસાડ સુધીની યાત્રા રહી હોવાનું જણાવી પ્રદેશના વિકાસ પ્રત્‍યે પોતાનો સંતોષનો ભાવ પણ પ્રગટ કર્યો હતો.

Related posts

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

Leave a Comment