February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

માનવી કોઈનો ગુલામ બનવા નથી ઈચ્‍છતો, પણ વ્‍યસનનો ગુલામ બની ગયો છે. પોતાની જાતને સશક્‍ત બનાવી બહાદુરીથી વ્‍યસન-મુક્‍તિના માર્ગે એક ડગ ભરવાની છે તાકાત?

તા. 1.9.2024ના રોજ ગુજરાતના જાણીતા ઈતિહાસકાર શ્રી મકરંદભાઈ મહેતાએ ચિર વિદાય લીધી. શ્રી મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં પચ્‍ચીસથી વધુ પુસ્‍તકો લખ્‍યા છે. સામાજિક અને આર્થિક ઈતિહાસ પર તેમના ઘણાં શોધપત્રો પણ પ્રકાશિત થયાં છે. ખૂબ વિચક્ષણ અને વિવેચક મકરંદભાઈને બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાની આદિવાસી ઉત્‍કર્ષની પ્રવૃત્તિઓ વિશે જાણવાની ઉત્‍કંઠા જાગી.
તે માટે તેમણે અમદાવાદમાં સંસ્‍થાના મુખ્‍ય કાર્યાલયનો સંપર્ક સાધ્‍યો. સંસ્‍થાના અનેક આદિવાસી ઉત્‍કર્ષના કેન્‍દ્રો પૈકી તેમણે દાદરા અને નગર હવેલીનો આદિવાસી વિસ્‍તાર પસંદ કર્યો.
સેલવાસ આવીને તેમણે મારી પાસે આદિવાસી ઉત્‍કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી પ્રાપ્ત કરી. ઉત્‍કર્ષ- પ્રવૃત્તિના કેટલાંક ગામોની યાદીમાંથી તેમણે જંગલના અંતરિયાળ વિસ્‍તારના સુરંગી ગામની મુલાકાતની પસંદગી કરી.
સુરંગીમાં તે સમયે કુટીર મંદિર હતું. બપોરે બે વાગ્‍યે મકરંદભાઈ મહેતા અને અન્‍ય બે પ્રોફેસરો સાથે અમે સુરંગી પહોંચ્‍યા. સંતોના આગમનથી ત્‍યાંના સ્‍થાનિકો એકત્રિત થઈ ગયા. સંતોની અનુપસ્‍થિતિમાં મકરંદભાઈએ સ્‍વયં આદિવાસી યુવક-યુવતી, બાળકો તથા મહિલાઓ સાથેખૂબ ઊંડાણપૂર્વક તેઓની રીત-ભાત તથા પ્રથાઓ અંગે ચર્ચા કરી. એટલું જ નહીં પરંતુ ત્‍યાંના કેટલાંક લોક ગીતો અને લોકનૃત્‍યની પણ માહિતી પ્રાપ્ત કરી.
તેમણે પ્રમુખસ્‍વામી મહારાજના સંતો દ્વારા અહીં આદિવાસી વિસ્‍તારમાં થયેલા આદિવાસી-ઉત્‍કર્ષ અંગે સચોટ માહિતી પ્રાપ્ત કરી. ત્‍યારબાદ તેઓએ ગામના કેટલાંક ઘરોની મુલાકાત લીધી. કુટીર મંદિરની સામે જ એક સત્‍સંગીબંધુના એક ઝુંપડાની મુલાકાત દરમ્‍યાન તેમને ઘરની સુઘડતા ઉડીને આંખે વળગી ગઈ. ઘરમાં નાનું ઘરમંદિર અને ઘરના પ્રત્‍યેક સભ્‍યની વ્‍યક્‍તિગત પૂજા જોઈ તેમણે આヘર્ય વ્‍યક્‍ત કર્યુંઉ ગામ-પરગામ જતી વખતે પણ તેઓ અચૂક આ પૂજા સેટ લઈ જાય અને નિયમિત રીતે પૂજા અને શિક્ષાપત્રીનું પઠન કરે છે તે જાણી તેઓને આદિવાસીબંધુઓ પ્રત્‍યે અહોભાવ જાગ્‍યો. તેમનું નિર્વ્‍યસની જીવન તેમાં અનોખી ભાત પાડતું હતું.
સત્‍સંગથી પ્રભાવિત ન થયાં હોય તેવાં કેટલાંક ઘરોની પણ તેમણે મુલાકાત લીધી. મુલાકાત દરમ્‍યાન તેમણે સ્‍પષ્ટ રીતે નોંધ્‍યું કે, ‘સત્‍સંગના યોગથી આદિવાસી ભાઈઓનો ઉત્‍કર્ષ ખૂબ સુંદર રીતે થયો છે. વળી તેમનામાં સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સિંચન પણ ખુબ સુંદર રીતે થયેલું છે.’
તેઓ એટલાં બધાં પ્રભાવિત થયાં કે કયારે સૂર્ય અસ્‍ત થઈ ગયો તેની ખબરનહીં રહી. કારમાં પરત ફરતાં પણ તેઓ વધુમાં વધુ લોકોને મળવાની ઉત્‍કંઠાને રોકી ન શકયા. સો-એક મીટર કાર ચાલી હશે, ત્‍યાં કાર થોભવી એક સત્‍સંગી ઘરમાં તેમણે પ્રવેશ કર્યો. ત્‍યાં એક સત્‍સંગી યુવતી ચોખાના રોટલા ઘડી રહી હતી. મકરંદભાઈ મહેતા અને તેમની સાથે પધારેલા અન્‍ય બે પ્રોફેસરોને રોટલા ઘડવાની વિશિષ્ટ રીત ગમી ગઈ. તેઓ તો ચુલાની સામે બેસી અને રોટલા બનાવવાની રીત જોવા લાગ્‍યાં. ઘડીકમાં તો બે-ચાર રોટલાં શેકાઈ ગયા.
વાંસની છાબડીમાં સુંદર રીતે ગોઠવાયેલાં રોટલાની સોડમથી મકરંદભાઈએ રોટલા ખાવાની ઈચ્‍છા દર્શાવી. પેલી યુવતી શરમાઈ ગઈ. પરંતુ મકરંદભાઈના આગ્રહથી તે યુવતી રોટલા શેકવાનું બંધ કરી, એક થાળીમાં રોટલો અને ચટણી લઈ ભગવાનને ધરાવી આવી અને સાથે પાણી પણ ધરાવ્‍યું. યુવતીની આ ભક્‍તિ જોઈ મહેતા સાહેબ તો અચંબો પામી ગયા. રોટલાના સ્‍વાદ કરતાં પેલી યુવતીનો ભક્‍તિરસ તેમને મન ભાવી ગયો! એમને થયું કે, ‘આવા વેરાન જંગલમાં પણ આવી સંસ્‍કારની ભાવનાનું સિંચન કરી બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા અને પ્રમુખસ્‍વામી મહારાજના સંતોએ આદિવાસી જગતમાં વિશેષ ક્રાંતિ કરી છે.’
ત્‍યાં પણ આદિવાસીબંધુઓ એકત્રિત થઈ ગયા. ખૂબ મોડું થઈ રહ્યું હતુંછતાં પણ તેઓ આ આદિવાસી ભાઈઓ સાથે વાત કરવાનું ટાળી ના શકયા.
વિદાય વેળાએ તેમણે પોતાના સફારી-શર્ટના બંને ખિસ્‍સાઓ ફંફોળતા કહ્યું, ‘મિત્રો આજે હું કાંઈ પણ લાવ્‍યો નથી પણ બીજો મોકો મળશે તો હું જરૂર હું આપ સૌને મદદ કરીશ.’
ત્‍યારે એ આદિવાસી સમુદાયમાં સામે જ ઉભેલા એક દિલીપ સાટે નામના યુવકે સાહેબને કહ્યું, ‘સાહેબ તમે ધારો તો એક વસ્‍તુ આપી શકો એમ છો!’
મહેતા સાહેબે અન્‍ય બે પ્રોફેસરો સામે જોઈ કહ્યું કે, ‘આપણે તેમને શું આપી શકીએ?’
ત્‍યારે પેલા યુવકે કહ્યું: સાહેબ, તમે આજે જ તે વસ્‍તુ આપી શકો તેમ છો!
‘બોલો, શું જોઈએ? જો મારાથી સગવડ થશે તો હું જરૂર આપી શકીશ.’
મહેતા સાહેબની સંમતિ મળતાં જ તે યુવકે ખૂબ જ હિંમતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કહ્યું: ‘સાહેબ, આજે બપોરથી તમે અહીં અમારા ગામની મુલાકાતે આવ્‍યા છો ત્‍યારથી હું જોઉં છું કે આપના મોંઢામાં પાન મસાલા અને ગુટકા તમે ચાવી રહ્યા છો. જો તમને ખરેખર અમારા પ્રત્‍યે પ્રેમ જાગ્‍યો હોય અને તમે ખરેખર અમને જો કંઈક આપવા માંગતા હો તો આ અમારી આદિવાસી ધરતી ઉપર તમારું આ વ્‍યસન દાટીને જાવ! તો અમે માનીશું કે તમે અમને સાચી ભેટ આપી છે!
આટલું સાંભળતા જ મકરંદભાઈમહેતાના આંખમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું: ‘ખરેખર આજે હું આપ સૌથી ખૂબ પ્રભાવિત થયો છું. હું જાતે નાગર બ્રાહ્મણ. ચાર વર્ણમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય અને બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ નાગર કહેવાય. નરસિંહ મહેતાની મારી જ્ઞાતિ. વર્ણની દૃષ્ટિએ હું શ્રેષ્ઠ હોવા છતાં આજે એક શુદ્રવર્ણનો નવયુવાન જ્‍યારે મને વ્‍યસન મુક્‍ત થવા માટે ઉપદેશ આપે તે જોઈ હું ખરેખર, કળિયુગમાં સત્‍યુગની અનુભૂતિ કરી રહ્યો છું. હમણાં જ હું આ ઘરમાં ગયો અને ત્‍યાં પેલા બેને ભગવાનને રોટલો ધરાવી અમને જમવા માટે આપ્‍યો એવી ભક્‍તિ કદાચ બ્રાહ્મણોના ઘરોમાં પણ જોવા ન મળે! આપ સૌમાં ભક્‍તિ અને સંસ્‍કારની ભાવના જોઈ હું નતમસ્‍તક બન્‍યો છું. આ યુવાને મને જે કહ્યું છે તે પ્રમાણે હું વ્‍યસન મુક્‍ત થવા માટે પ્રયત્‍નશીલ બનીશ.’
સુરંગીથી આદિવાસી સમુદાયની વિદાય લઈ સેલવાસ સુધીની મુસાફરી દરમ્‍યાન પણ તેમણે આ પ્રસંગોની વારંવાર સ્‍મૃતિ કરી અને આદિવાસીઓમાં જે સંસ્‍થાની ભાવનાઓ સીંચી છે તેની પ્રશંસા કરતા તેઓ થાકયા નહીં.
આપણાં શાષાો કહે છેઃ જન્‍મના જાયતે શુદ્રઃ, સંસ્‍કારાત્‌ દ્વિજ ઉચ્‍યતે – દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે, પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે. માનવી કોઈનો ગુલામ બનવા નથી ઈચ્‍છતો, પણ વ્‍યસનનોગુલામ બની ગયો છે. પોતાની જાતને સશક્‍ત બનાવી બહાદુરીથી વ્‍યસન-મુક્‍તિના માર્ગે એક ડગ ભરવાની છે તાકાત?

Related posts

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

Leave a Comment